________________
સંબોધ પ્રકરણ
ભાવાર્થ— ‘સૂત્રોના રહસ્યને સમજ્યા વિના, (નિર્યુક્તિ, ટીકા આદિ અર્થગ્રંથ સિવાયનાં) કેવળ મૂળ સૂત્રોને જ જે અનુસરે છે તેની સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક કરેલી આરાધના પણ અજ્ઞાન તપ (કષ્ટ) રૂપ છે.
૨૪૨
એ પ્રશ્નના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે—તમારું કથન સત્ય છે, સૂત્રરુચિમાં અર્થનો અને અર્થ (અભિગમ) રુચિમાં સૂત્રનો સમાવેશ હોવા છતાં, સૂત્ર-અધ્યયનથી અને અર્થ-અધ્યયનથી થયેલા જ્ઞાનમાં ભેદ પડે છે અને તે ભિન્ન ભિન્ન જ્ઞાન દ્વારા થયેલી રુચિમાં પણ ભેદ હોય છે. એ રીતિએ સૂત્રરુચિ અને અભિગમ (અર્થ) રુચિ બંનેમાં ભિન્નતા છે, માટે જ સૂત્ર કરતાં પણ અર્થના અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરવા સૂચવ્યું છે કે–
सुत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्वो । इत्तो उभयविसुद्धि, त्ति मूअगं केवलं सुतं ॥ १ ॥
(૩૫વેશપ૬, ૦૮૧૧) ભાવાર્થ— “સૂત્રશાન કરતાં અર્થજ્ઞાન માટે સવિશેષ ઉદ્યમ કરવો જોઇએ. કારણ કે—અર્થ-જ્ઞાનથી સૂત્ર-અર્થ બંનેના બોધમાં શુદ્ધિ થાય છે, માટે જ ‘અર્થ વિનાનું કેવળ સૂત્ર મુંગું છે' એમ કહેલું છે.
અથવા બીજી રીતિએ આ પણ સમાધાન છે કે—સૂત્રગ્રંથો (મૂળાગમ) વિષયક રુચિ તે સૂત્રરુચિ અને નિર્યુક્તિ આદિ અર્થ જણાવનારા ગ્રંથો વિષયક રુચિ તે અર્થરુચિ; આ કારણથી જ ઠાણાંગસૂત્ર (૭૫૧)ની ટીકામાં ‘આજ્ઞા (અભિગમ) રુચિને, તે નિર્યુક્તિ આદિ અર્થજ્ઞાનના ગ્રંથોની રુચિવાળું હોવાથી સૂત્રરુચિથી ભિન્ન જણાવ્યું છે.
(૭) વિસ્તારરુચિ– પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણો, નયો અને નિક્ષેપાદિ પૂર્વકનું સર્વ દ્રવ્યોનું અને સર્વ ભાવોનું એટલે ગુણ-પર્યાયોનું જે જ્ઞાન, તેના દ્વારા પ્રગટ થયેલી અતિવિશુદ્ધ શ્રદ્ધા, તે ‘વિસ્તારરુચિ’-સમ્યક્ત્વસમજવું.
(૮) ક્રિયારુચિ— જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારને આચરવાની, તેમ જ વિનય-વૈયાવચ્ચાદિ અનુષ્ઠાનો કરવાની રુચિ, તે ક્રિયારુચિ. અહીં પ્રશ્ન થાય છે કે—‘આજ્ઞારુચિ પણ અનુષ્ઠાનવિષયક છે અને ક્રિયારુચિ પણ અનુષ્ઠાનવિષયક કહી, તો બેમાં ભેદ શું રહ્યો ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org