________________
૨૩૯
પરિશિષ્ટ આદિ નવતત્ત્વોમાં આત્માની યથાર્થ સત્ત્વપણાની જે શ્રદ્ધા, તેને ‘નિસર્ગરુચિ-સમ્યકત્વ કહેલું છે.
(૨) ઉપદેશરુચિ પર એટલે તીર્થકર, કે તેઓના વચનોને યથાર્થ સ્વરૂપે સમજાવનારો છદ્મસ્થ, તેના ઉપેદશ દ્વારા સાંભળેલાં જીવાજીવાદિ તત્ત્વોમાં (સભૂતાર્થરૂપે) યથાર્થપણાની રુચિ, તે ‘ઉપદેશરુચિસમ્યકત્વ સમજવું. તાત્પર્ય કે-કેવળજ્ઞાનના બળે કથન કરાયેલાં શ્રી જિનેશ્વરદેવનાં વચનામૃતનું પાન કરવાથી કે તેવો ઉપદેશ સાંભળવાથી થતા બોધની “સચિને ઉપદેશરુચિસમ્યકત્વ કહેલું છે. કેવળજ્ઞાન વિના સત્ય ઉપદેશ હોઈ શકતો જ નથી, માટે કેવળજ્ઞાન ઉપદેશનું મૂળ છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે
लोगं अयाणित्तिह केवलेणं, कहति जे धम्ममयाणमाणा । णासंति अप्पाण परं च णट्ठा, संसारघोरंमि अणोरपारे ॥१॥ लोगं वियाणित्तिह केवलेणं, पुन्नेण नाणेण समाहिजुत्ता । धम्मं समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिण्णा ॥२॥
(સૂત્રતા દિકુ મધ્ય૦૬) ભાવાર્થ– “જેઓ કેવળજ્ઞાન વડે લોકને (તત્ત્વોને) જાણ્યા વિના જ (અજ્ઞાની છતાં પણ) ધર્મને કહે છે, અપાર-ઘરસંસાર સમુદ્રમાં ડૂબેલા તે પોતાને અને પરને ડૂબાડે છે. (૧) અને રાગ-દ્વેષથી મુક્ત થયેલા સમાધિવંત જેઓ કેવળજ્ઞાનથીલોકને યથાર્થ જાણીને ધર્મનો અને સમતાનો ઉપદેશ કરે છે, તેઓ સ્વયં ભવસમુદ્રને તરે છે અને પરને તારે છે. (૨)”
આવા શાનીનો ઉપદેશ સાંભળવાથી અને તે દ્વારા જ્ઞાન મેળવવાની રુચિ એટલે વસ્તુતઃ “સંશય ટાળવાની ઇચ્છારૂપ આત્મધર્મવિશેષ” તે જ 'ઉપદેશરુચિ-સમકિત છે.
(૩) આજ્ઞાચિ- દેશથી કે સર્વથી રાગ-દ્વેષમુક્ત થયેલા આત્માની આજ્ઞામાત્રથી જ અનુષ્ઠાન કરવાની રુચિ, તે આજ્ઞારુચિ; તેમાં દેશથી રાગ-દ્વેષ મુક્ત આચાર્ય, ઉપાધ્યાય વગેરે છદ્મસ્થ ગુરુની આજ્ઞાથી | અનુષ્ઠાન કરનારની રુચિ, “માષતુષ મુનિ વગેરેની આજ્ઞાપાલનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org