________________
૨૩૮
સંબોધ પ્રકરણ
૩. સંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૪. સંસ્કૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય ૫. અસંતૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૬. અસંતૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય ૭. અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૮. અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય
(૧૦) છર્દિત- દાતા ઘી, દૂધ વગેરે વસ્તુને ઢોળતો (છાંટા પાડતો) વહોરાવે, તે છર્દિત' કહેવાય. ઘી, દૂધ વગેરે ઢળવાથી ત્યાં રહેલા કે તેમાં આવીને પડનારા જંતુઓની વૃતબિંદુના દષ્ટાંતે વિરાધના સંભવિત છે.
૧૦ રુચિ રુચિ સમ્યક્ત્વના નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મ એમ દશ પ્રકાર છે.
(૧) નિસર્ગરુચિ– નિસર્ગ એટલે કોઈના ઉપદેશ વિના જ, આત્માને દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાથી “માત્ર વ્યવહારરૂપે નહિ, પણ સત્ય વસ્તુને જ સદ્ વસ્તુ માનનારા શુદ્ધ નયના અભિપ્રાયે” જીવ-અજીવ ૧. વારાપુર નગરમાં અભયસેન રાજાનો વારતક નામે અમાત્ય હતો. તેને ત્યાં સંયમમાં
એકતાનવાળા વિશુદ્ધ ચારિત્રવત ધર્મઘોષ નામના સાધુ ભિક્ષાર્થે ગયા. અમાત્યની પત્નીએ ભિક્ષા આપવા ઘી-ખાંડમિશ્રિત ખીરથી ભરેલું પાત્ર ઉપાડ્યું. તેમાંથી ખાંડમિશ્રિત ઘીનું બિંદુ જમીન ઉપર પડવાથી, “આ પિંડ છર્દિતદોષથી દૂષિત છે એમ સમજી સાધુ ભિક્ષા લીધા વિના પાછા ફર્યા. ઝરૂખે બેઠેલા અમાત્યે આ બધું જોયું અને તે વિચારવા લાગ્યો કે--મારા ઘેરથી કંઈ પણ લીધા વિના જ આ સાધુ પાછા કેમ ફર્યા? તેટલામાં તો પડેલા બિંદુ ઉપર માખીઓ બેસી ગઈ. તેને પકડવા ગીરોળી, તેની ઉપર કાંકિડો, તેનું ભક્ષણ કરવા બિલાડી અને તેની ઉપર મહેમાનોનો પાળેલો કૂતરો જયારે કૂદી પડ્યો, ત્યારે મહોલ્લાના કૂતરાએ તેની ઉપર તરાપ મારી. એમ બંનેનું યુદ્ધ થવાથી તેનો પરાભવ નહિ સહી શકનારા તે તે કૂતરાઓના માલિકોએ પ્રતિસ્પર્ધી કૂતરાઓને દૂર કરવા જતા તેઓમાં જ મારામારી શરૂ થઈ. આ બધું જોઈને અમાત્ય વિચાર્યું કે-“ઘીનું માત્ર એક બિંદુ પડવાથી પણ આવું અનર્થકારક પરિણામ આવે તેમ સમજીને દયાસાગરમુનિ પાછા ફર્યા. ધન્ય હો તેઓના ધર્મને ! સર્વજ્ઞ વિના આવો નિર્દોષ ધર્મ કોણ બતાવી શકે? માટે એના પ્રરૂપક વીતરાગ ખરેખર સર્વશ છે. “તે જ મારા દેવ અને તેઓનો કહેલો ધર્મ જ મારો ધર્મ' એમ નિશ્ચય કરી, જેમ સિંહ ગુફામાંથી નીકળે, તેમ વૈરાગ્ય અને સત્ત્વથી અમાત્ય ગૃહવાસ છોડી સાધુ બની, નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં તે જ ભવે તે સિદ્ધિને પામ્યા. (આત્મપ્રબોધ ગા-૧૫).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org