________________
પરિશિષ્ટ
૨૩૭ તે કહેવાય, કે જેના માલિકો અનેક હોય. તે વસ્તુ આપવામાં એકને દાનની ભાવના હોય અને બીજા (ઓ)ને ન હોય, તે દાતાને ભાવ અપરિણત અને વહોરનાર બે સાધુ (સંઘાટક) પૈકી એક સાધુ નિર્દોષ અને બીજો સદોષ (અકથ્ય) સમજતો હોય, તે ગ્રહણ કરનારને ભાવ અપરિણત' ગણાય. આવું દ્રવ્ય સાધુને લેવું ન કલ્પે, કારણ કે–અપરિણત લેવાથી દાતારોમાં કલહ થાય અને ગ્રહણ કરનારને અપરિણત લેવાથી શકતાદિ લેવાનો પ્રસંગ આવે. અહીં દાતાને “ભાવ અપરિણત” તે દાતાની સમક્ષ આપેલું અને સાધારણ અનિસૃષ્ટ (ઉદ્ગમ પૈકી ૧૫મો દોષ) તે દાતાની અસમક્ષ આપેલું, એમ બેમાં ભેદ સમજવો.
(૯) લિ– દહીં, દૂધ, છાશ, શાક, દાળ, કઢી વગેરેથી હાથ, પાત્ર વગેરે ખરડાય-લેપાય, માટે તેવી વસ્તુઓ બલિપ્ત કહેવાય. ઉત્સર્ગમાર્ગે સાધુઓએ તેવું દ્રવ્ય લેવું નહિ, જેનાથી લેપ-ખરડ ન થાય તેવું વાલચણા વગેરે લેવું. પુષ્ટ કારણે તો તેવું લેપકૃત પણ લેવું કહ્યું. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો ચરબી આદિ (અશુચિ)થી ખરડાયેલું હોય તેને લિપ્ત કહ્યું છે. તેમાં ૧. ખરડાયેલા કે નહિ ખરડાયેલા હાથ, ૨. ખરડાયેલું કે નહિ ખરડાયેલું વહોરવવાનું પાત્ર અને ૩. વહોરાવવાની વસ્તુ સંપૂર્ણ કે અસંપૂર્ણ વહોરવી, એ ત્રણ વિકલ્પના આઠ ભાંગા થાય છે. તેનું કોષ્ટક નીચે પ્રમાણે છે. તેમાં વિષમ અંકવાળા (૧-૩-૫-૭). ભાંગાથી લઈ શકાય, સમ (૨-૪-૬-૮) અંકના ભાંગાથી નહિ. તાત્પર્ય કે-હાથ કે પાત્ર જો ખરડાયેલાં હોય કે ન હોય, તો પણ જો દ્રવ્ય સંપૂર્ણ ન વહોર્યું હોય, તો પશ્ચાકર્મનો (વહોરાવ્યા પછી હાથ-પાત્ર ધોવા વગેરેનો) સંભવ ન રહે, પશ્ચાતુકર્મનો સંભવ સંપૂર્ણ દ્રવ્ય વહોરવાથી છે. જો સંપૂર્ણ ન વહોરે, પાત્રમાં થોડું પણ બાકી રાખે, તો પુનઃ તેને પીરસવા વગેરેનો સંભવ હોવાથી, હાથ કે પાત્ર જો ખરડાયેલું હોય, તો પણ ધોવાના (પશ્ચાતકર્મનો) સંભવ નથી, માટે (સાવશેષ દ્રવ્યવાળા) એકી - ભાંગાઓમાં વહોરવું કલ્પ.
૧. સંસૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષદ્રવ્ય ૨. સંસ્કૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, નિરવશેષદ્રવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org