________________
સંબોધ પ્રકરણ
૨૩૯
સચિત્ત અચિત્તમાં, ૩. અચિત્ત સચિત્તમાં અને ૪. અચિત્ત અચિત્તમાં નાંખવારૂપ ચાર ભાંગા થાય. તેમાંનો ચોથો ભાંગો શુદ્ધ જાણવો.
(૬) દાયક— વહોરાવનાર દાયક જો બાળક, વૃદ્ધ, નપુંસક કંપવાવાળો, જ્વર(તાવ)વાળો, અંધ, દારૂ વગેરે પીવાથી મત્ત બનેલો ઉન્માદી (અતિ હર્ષ-શોકાદિથી બેચિત્ત) બનેલો, હાથે કે પગે બેડી(બન્ધન)વાળો, પગે પાદુકા(લાકડાની ચાખડી)વાળો, ખાંડતો, વાટતો, ભૂંજતો (અનાજ આદિ સેકતો), રૂને કાંતતો, કપાસને લોઢતો, હાથ વડે રૂને જુદું (છૂટું) કરતો, રૂનું પિંજણ કરતો, અનાજ વગેરેને દળતો, વલોણું કરતો, ભોજન કરતો તથા છકાય જીવોની વિરાધના કરતો હોય, તો તેના હાથે આહારાદિ લેવાનો નિષેધ છે. વળી જે સ્ત્રીને ગર્ભના આઠ મહિના પૂર્ણ થઇ ગયા હોય, જેણે બાળકને (તેડેલું) લીધેલું હોય કે જેને બાળક મહિના-બે મહિનાનું તદ્દન નાનું હોય, તેવી સ્ત્રીના હાથે પણ સાધુને આહારાદિ લેવાં ન કલ્પ. આ દાયકોમાં કોના હાથેક્યારે-કેવી રીતે લેવું કલ્પ-ન કલ્પે, વગેરે ઉત્સર્ગ-અપવાદ અન્ય ગ્રંથમાંથી જાણી લેવા. એમ જે દાયકના હાથે લેવાનો નિષેધ કરેલો છે તેના હાથે લેવું, તે ‘દાયક’દોષ જાણવો.
(૭) ઉન્મિશ્ર– વહોરાવવાની ખાંડ વગેરે કમ્પ્ય-અચિત્ત વસ્તુમાં પણ જો અનાજના દાણા વગેરે સચિત્ત વસ્તુનું મિશ્રણ થયું હોય, તો તેવી વસ્તુ લેવાથી ‘ઉન્મિશ્ર’ દોષ લાગે.
(૮) અપરિણત– દાન દેવાની જે વસ્તુ પૂર્ણ અચિત્ત ન થતાં કાચી રહી હોય, તે અપરિણત કહેવાય. તેના સામાન્યથી ‘દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત' એમ બે ભેદો છે. તે બંનેના પણ દાતાને અપરિણત અને ગ્રહણ કરનારને અપરિણત, એમ બે ભાંગા થાય છે. તેમાં જે પૂર્ણ અચિત્ત ન હોય, તે દ્રવ્ય અપરણત દ્રવ્ય (પદાર્થ) દાતારની પાસેથી જો લીધો ન હોય, તો દાતારસેવાથ્ય અપરિણત' અને જો સાધુએ લીધો હોય, તો તે ગ્રહણ કરનારŁને પિરણિત’ જાણવો. ‘ભાવ અપરિણત’
૧. પિંડવિશુદ્ધિની ગાથા-૪૦માં દ્રવ્ય અપરિણતના બે ભેદો જુદા જુદા કહ્યા નથી, ભાવ અપરિણતના જ બે ભેદો કહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org