________________
પરિશિષ્ટ
૨૩૫ (૩) નિક્ષિપ્ત- સચિત્ત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે ત્રસજીવો ઉપર જે અચિત્ત પણ અન્નાદિ મૂકેલું હોય, તે નિશ્ચિત કહેવાય. તેના કોઈ પદાર્થના આંતરા વિના જ પૃથ્વી આદિ ઉપર મૂકેલું, તે “અનન્તરનિક્ષત અને બીજી વસ્તુના આંતરે મૂકેલું “પરંપરનિક્ષિપ્ત એમ બે ભેદો થાય. તે છએ કાયનિક્ષિપ્તમાં પણ સ્વયં સમજી લેવા. તેમાં અનન્તરનિક્ષિપ્ત' તો અગ્રાહ્ય જ છે, પરંપરનિક્ષિત' પણ જો સચિત્તનો સંઘટ્ટો કર્યા વિના જો લઈ શકાય તેમ હોય, તો ગ્રાહ્ય સમજવું. અગ્નિકાય ઉપરનું પરંપરનિશ્ચિત લેવાનો વિધિ પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યો છે કે ચૂલી ઉપર મૂકેલું કડાયું વગેરે ભાજન પહોળા મુખવાળું હોય, ચૂલી ઉપરનું ભાજન (કંદોઇની ચૂલીની જેમ) સર્વ બાજુએ માટીથી છાંદેલ હોય અને તેમાં ઉકાળવા માટે નાંખેલો શેરડીનો રસ (ઉપલક્ષણથી પ્રવાહી વહુ-દૂધ વગેરે) તુર્ત નાંખેલો (હોવાથી) ઘણો-સર્ણ ગરમ ન થયો હોય, તેવું ગૃહસ્થ જો કાળજીથી વહોરાવે, તો તે કહ્યું; કારણ કે-માટીથી ચૂલી છાંદેલી હોવાથી તેનો છાંટો ચૂલીમાં પડવાનો ભય નથી, પહોળા મુખનું ભાન હોવાથી તેમાંથી નાના વાસણથી લેતાં વાસણના કાંઠા વગેરેને સ્પર્ધ્યા વિના લઈ શકાય (જો લેતાં ચૂલી ઉપરના વાસણની સાથે ઠબકાય, તો તેની નીચે લાગેલું કાજળ (મેંસ) ચૂલમાં પડવાથી અગ્નિકાયની વિરાધના થાય માટે ન કલ્પે.) અને અતિ ઉષ્ણ નહિ હોવાથી વહોરાવનાર કે લેનારને બળવાનો ભય ન રહે, માટે વિશેષ કારણે તે પૂર્ણ કાળજીથી લઈ શકાય.
(૪) પિહિત– વહોરાવવાની અન્નાદિ વસ્તુ, સચિત્ત ફળો વગેરેથી ઢાંકેલી (ફળાદિની નીચે મૂકેલી) હોય, તે પિહિત’ કહેવાય. તેના પણ નિતિની જેમ “અનન્તરપિહિત અને પરંપરપિહિત’ ભેદો જાણવા. તેમાં પરંપરપિહિત જયણાથી (સચિત્તનો સંઘટ્ટો વગેરે ન થાય તેમ) જો લઈ શકાય તેમ હોય, તો તે લેવું કલ્પ . (૫) સંહત– દાન દેવા માટે જરૂરું બની સગવડ માટે તેમાંની દેવાયોગ્ય ન હોય તેવી વસ્તુ પૃથ્વી અ ચિત્ત વસ્તુમાં, અથવા કોઈ અચિત્ત વસ્તુમાં નાંખીને, એ રીતે પાત્રને ખાલી કરીને જો તે પાત્રથી વહોરાવે, તો “સંદત' દોષ લાગે. તેના લગ્નચિત્ત વસ્તુ સચિત્તમાં, ૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org