SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ . સંબોધ પ્રકરણ સચિની જેમ આત્મામાં તે તે અનુષ્ઠાન કરવાની રુચિરૂપ “આજ્ઞારુચિસમકિતને પ્રગટાવે છે. કહ્યું પણ છે કે गुरुपारतंतनाणं, सद्दहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं मासतुसाईण निद्दिद्वं ॥१॥ (પંચાશ, -૦૭) ભાવાર્થ– “ગુરુપરતંત્રતા જ જ્ઞાન અને શ્રદ્ધા છે, કારણ કેગુરુ આજ્ઞાનું પાલન એ જ જ્ઞાનનું ફળ છે, એ જ જ્ઞાનની સફળતા છે; શ્રદ્ધા પણ તેવા જ્ઞાનની સહચરી છે; માટે જ વિશિષ્ટ જ્ઞાન વિનાના (અતિ જડ) માષતુષ વગેરેને તેઓ ગુરુને સમર્પિત થયેલા હોવાથી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય કહ્યાં છે. વાસ્તવમાં તેવો જીવો ગુરુઆજ્ઞાનો પાલક હોવાથી ગુરુના જ્ઞાનદર્શનનું ફળ તેને મળે જ છે.” અર્થાતુ-જો જ્ઞાનરહિત જીવ પણ ગુરૂઆશામાં વિશ્વાસ રાખી તેમના વચનને અનુસરે, તો તેને જ્ઞાન અને દર્શન પ્રગટે છે, એમ કેવળ આજ્ઞાની રુચિથી અનુષ્ઠાન કરનારા જીવમાં પણ પરિણામે તે વિષયનું જ્ઞાન-શ્રદ્ધા પ્રગટે છે, માટે તેને આજ્ઞારુચિ-સમ્યક્ત્વ કહ્યું છે. અહીં દેશથી રાગ-દ્વેષમુક્ત છદ્મસ્થ ગુરુનું વચન પણ સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા કેવલી ભગવાનના વચનને અનુસારે હોય છે, જેથી તેમાં પણ અપ્રમાણિકપણાની શંકા થવાનું કારણ નહિ હોવાથી તે દરેક વિષયમાં સત્યની રુચિ કરાવનારું બને છે; માટે ગુરુ આજ્ઞાને અનુસરનારા આત્મામાં ગુરુ આજ્ઞાથી તે તે અનુષ્ઠાનની જે રુચિ પ્રગટે, તે આજ્ઞારુચિ-સમ્યક્ત્વ સમજવું. (૪) સૂત્રરુચિ-સૂત્રોને ભણવાથી-પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી પ્રગટ થતા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવમાં જીવાજીવાદિ પદાર્થોના યથાર્થપણાની શ્રદ્ધા પ્રગટે, તે ‘સૂત્રરુચિ-સમકિત સમજવું. વારંવાર એક પદાર્થનું સ્મરણ કરવાથી તેના સંસ્કારો દઢ બને, તેમ વારંવાર અધ્યયનપઠન-પાઠન કરવાથી જ્ઞાન પણ સંશયરહિત દઢ બને છે. આવી સૂત્રજ્ઞાનથી પ્રગટેલી દઢ સચિને “સૂત્રરુચિ-સમકિત કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy