________________
પરિશિષ્ટ
૨૩૩ (૭) પ્રમાર્જનત્રિક- ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં બેસવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન કરવું જોઇએ. પૌષધમાં રહેલા શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધ રહિત શ્રાવકે ખેસના દશીવાળા છેડાથી અને શ્રાવિકાએ રૂમાલથી પ્રમાર્જન કરવું જોઇએ.
(૮) આલંબનત્રિક- સૂત્ર, અર્થ અને મૂર્તિનું આલંબન એ આલંબનત્રિક છે. સૂત્ર આલંબન– ચૈત્યવંદન કરતાં સૂત્રોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો અને તેમાં ધ્યાન રાખવું. અર્થ આલંબન-ચૈત્યવંદનનાં સૂત્રો બોલતાં તેના અર્થમાં ઉપયોગ રાખવો. મૂર્તિ આલંબન–ચૈત્યવંદન કરતાં ઉપયોગપૂર્વક ભગવાન સમક્ષ દૃષ્ટિ રાખવી.
(૯) મુદ્રાન્ટિક- યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એ ત્રણ મુદ્રાઝિક છે. ૧. યોગમુદ્રા– આંગળીઓ પરસ્પરના અંતરે આવે અને વચમાં કમળના ડોડાની જેમ પોલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને સહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખવી એ યોગમુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો સિવાય બધાં સૂત્રો આ મુદ્રાએ બોલવાના છે. ૨. જિનમુદ્રા–ઊભા રહેતી વખતે બે પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એજિનમુદ્રા છે. ઊભા રહીને સૂત્રો બોલતી વખતે આ મુદ્રા રાખવાની છે. ૩. મુક્તાશુક્તિ મુદ્રા–આંગળીઓ પરસ્પરની સામે આવે અને મધ્યભાગમાં પરસ્પર જોડેલી મોતી છીપની જેમ પોલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને કપાળને અડેલા રાખવા એ મુક્તાશક્તિ મુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો બોલતાં આ મુદ્રા રાખવાની છે.
(૧૦) પ્રણિધાનત્રિક- જાવંતિ ચેઇઆઇ, જાવંત કેવિ સાહૂ અને જયવીયરાય એ ત્રણ સૂત્રો પ્રણિધાન સૂત્રો છે. અથવા મન, વચન અને કાયાની એકાગ્રતા એ ત્રણ પ્રણિધાન છે.
૧૦ એષણાના દોષો. ૧. શંક્તિ, ૨. પ્રષિત, ૩. નિક્ષિપ્ત, ૪. પિહિત, ૫. સંહત, ૬. દાયક, ૭. ઉન્મિશ્ર, ૮. અપરિણત, ૯. લિપ્ત અને ૧૦. છર્દિત, એ ગ્રહમૈષણાના દંશ દોષો છે. તેમાં–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org