________________
૨૩૨
. . સંબોધ પ્રકરણ પૂજા ભાવપૂજા છે. અંગપૂજા અને અગ્રપૂજા અથવા તો અષ્ટપ્રકારી પૂજા દ્રવ્યપૂજા છે. સ્તુતિ-ચૈત્યવંદન ભાવપૂજા છે.
(૫) અવસ્થાત્રિક– ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું તે અવસ્થાત્રિક. ૧. પિંડસ્થ- પિંડસ્થ અવસ્થામાં ભગવાનની જન્મ, રાજય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનું છે. જન્મ અવસ્થામાં ભગવાનના જન્મ સમયે પદ દિકુમારિકાઓ આવીને પ્રસૂતિકાર્ય કરે છે, ઇંદ્રસિંહાસન કંપે છે. ઇંદ્રો અને દેવતાઓ ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કરે છે, છપ્પન દિકુમારિકાઓ, ઇંદ્રો, દેવતાઓ ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં પણ ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી. આવી આવી બીજી પણ જન્મ સમયની અનેક બાબતોનું ચિંતન કરવું જોઈએ. રાજ્યાવસ્થામાં ભગવાન રાજય કરતા હોવા છતાં વિરાગભાવે. રહે છે, ચારિત્રમોહનીયકર્મો ખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે, વગેરેનું ચિંતન કરવું જોઇએ. શ્રમણ અવસ્થામાં ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે, ઘોર પરીષહો સહન કરે છે. ઘાતકર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે વગેરેનું ચિંતન કરવું જોઇએ. ૨. પદસ્થ– પદસ્થ અવસ્થા=કેવલી (કેવલજ્ઞાન પછીની) અવસ્થા. પદસ્થ અવસ્થામાં ભગવાન કેવળજ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું સઘળું જાણે છે, ધર્મતીર્થની સ્થાપના કરે છે, દરરોજ બે પહોર દેશના આપીને અનેક જીવોને ધર્મ પમાડે છે વગેરે ચિંતવવું જોઇએ. ૩. રૂપાતીત-રૂપાતીત અવસ્થા=સિદ્ધઅવસ્થા. અરિહંત ભગવાન ઘાતી-અઘાતી સઘળાં કર્મો ખપાવીને સિદ્ધ બને છે=મોક્ષમાં જાય છે. હવે તેમને જન્મ નહિ, મરણ નહિ, શરીર નહિ, કોઈ જાતનું જરાપણ દુઃખ નહિ, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે વગેરે ચિંતવવું.
(૬) દિશિત્યાગત્રિકચૈત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષ દૃષ્ટિ રાખી બાકીની ત્રણે દિશાનો ત્યાગ કરવો જોઈએ. ગમે તેમ દષ્ટિ રાખવાથી ચિત્તચંચળતા, ભગવાનનો અવિનય, આશાતના વગેરે અનેક દોષો ઉત્પન્ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org