________________
પરિશિષ્ટ
૨૩૧ એ ત્રણની સાધનાથી ટળે. માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઈએ. એ માટે પ્રદક્ષિણા દેતાં દેતાં મહાપુરુષોએ રચેલા પ્રદક્ષિણાના ગુજરાતી દુહા બોલવા જોઇએ.
(૩) પ્રણામત્રિક– ૧. અંજલિબદ્ધ પ્રણામ- ભગવાનનાં દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે અંજલિબદ્ધ પ્રણામ છે. જિનાલયમાં જતી વખતે અને વરઘોડા વગેરેમાં જિનમૂર્તિના દર્શન થતાંની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઇએ. દૂરથી સર્વ પ્રથમ જિનાલય દેખાય ત્યારે પણ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઇએ. ૨. અર્ધવનત પ્રણામ- અંજલિબદ્ધ પ્રણામપૂર્વક કેડથી અર્ધા નમવું તે અર્ધવનત પ્રણામ. ભગવાન સમક્ષ સ્તુતિ બોલતાં પહેલાં આ પ્રણામ કરવા જોઈએ, અર્થાત્ ભગવાન સમક્ષ અર્ધવનત પ્રણામ કરીને સ્તુતિ શરૂ કરવી જોઇએ. ૩. પંચાંગ પ્રણામ- બે ઢીંચણ, બે હાથ, એક મસ્તક એ પાંચ અંગો ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ. ચૈત્યવંદનમાં ત્રણ ખમાસમણા આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે.
(૪) પૂજાત્રિક- ૧. અંગપૂજા– ભગવાનના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા છે. ૨. અગ્રપૂજા- ભગવાન સમક્ષ થોડા દૂર ઊભા રહી જે પૂજા થાય તે અગ્રપૂજા છે. ૩. ભાવપૂજા– સ્તુતિ અને ચૈત્યવંદન એ ભાવપૂજા છે. .
પૂજાના અનેક પ્રકારો છે. તેમાં આઠ પ્રકારો અષ્ટપ્રકારી પૂજા તરીકે પ્રસિદ્ધ છે. અષ્ટપ્રકારી પૂજાનો અંગપૂજા અને અગ્રપૂજામાં સમાવેશ થાય છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફળ એ આંઠથી થતી પૂજા અષ્ટપ્રકારી કહેવાય છે. તેમાં જલ, ચંદન અને પુષ્પ એ ત્રણનો અંગ પૂજામાં સમાવેશ થાય છે. કારણ કે એ ત્રણ પૂજા ભગવાનના અંગને સ્પર્શીને થાય છે. બાકીની ધૂપ આદિ પાંચ પૂજા અગ્રપૂજા છે. કારણ કે ભગવાનના સ્પર્શ વિના ભગવાન સમક્ષ થાય છે.
પૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારો પણ છે. દ્રવ્યથી (બાહ્ય વસ્તુથી) થતી પૂજા દ્રવ્યપૂજા છે. દ્રવ્ય વિના કેવળ ભાવથી થતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org