________________
૨૩૦
સંબોધ પ્રકરણ
બંધદશા, ૮. દ્વિગૃદ્વિદશા, ૯. દીર્ઘદશા અને ૧૦, સંક્ષેપકદશા. એમ દશ દશાસૂત્રો જાણવાં. તેમાં છેલ્લી ચાર દશા વર્તમાનકાળે અપ્રસિદ્ધ છે.
૧૦ ત્રિક
(દશ વિષયોનું ત્રણ ત્રણનું જૂથ) નિસીહિ, પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, અવસ્થા, દિશિત્યાગ, પ્રમાર્જન, આલંબન, મુદ્રા અને પ્રણિધાન એમ દશત્રિક છે.
(૧) નિસીહિત્રિક (=ત્રણ વાર નિસીહિ બોલવું). પહેલી નિસીહિ— નિસીહિ એટલે કરાતી ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાનો ત્યાગ. મંદિરમાં જતાં સૌથી પહેલા દ્વારમાં પ્રવેશ કરતી વખતે પહેલી વાર નિસીડિં કહેવું. આ નિસીહિથી જિનમંદિર સિવાયના બાહ્ય વ્યાપારોનો ત્યાગ થાય છે. એટલે જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી સંસારના કોઇપણ વિચારો, સંસારની કોઇપણ વાત અને સંસારની કોઇપણ ક્રિયા ન થઇ શકે. જિનમંદિર સંબંધી કોઇપણ કાર્ય થઇ શકે. પૂજારીં, સલાટ, નોકર વગેરેને સૂચના કરવી હોય, કોઇ વસ્તુ મંગાવવી હોય, કોઇ વસ્તુ આધીપાછી મૂકવી હોય કે મૂકાવવી હોય વગેરે ક્રિયા થઇ શકે છે. બીજી નિસીહિ– ગભારામાં પેસતાં બીજી વાર નિસીહિ કહેવું, આ નિસીહિથી દહેરાસરનાં કાર્યોનો પણ ત્યાગ થાય છે. એટલે ગભારામાં ગયા પછી. મંદિરના કાર્ય સંબંધી પણ કોઇ જાતનો વિચાર, વાણી કે પ્રવૃત્તિ ન થાય. પૂજા માટે ગભારામાં પ્રવેશ કર્યા પછી પૂજામાં જ ધ્યાન રહેવું જોઇએ. ત્રીજી નિસીહિ— દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા=ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ કહેવી. આ નિસીહિથી દ્રવ્યપૂજા સંબંધી બધી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી નિષેધ થાય છે. હવે ભાવપૂજામાં=ચૈત્યવંદનમાં જ એકાગ્ર બનવાનું છે.
(૨) પ્રદક્ષિણાત્રિક– ભમતીની ફરતે જમણી (ભગવાનની જમણી અને આપણી ડાબી) બાજુથી શરૂ કરી ત્રણ પ્રદક્ષિણા આપવી જોઇએ. આ પ્રદક્ષિણા આપવાની પાછળ અનાદિકાળના ભવભ્રમણને ટાળવાનો હેતુ રહેલો છે. અનાદિકાળના ભવના ફેરા દર્શન, જ્ઞાન અને ચારિત્ર
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org