________________
પરિશિષ્ટ
૨૨૯ પૂછે, તેને પણ પ્રતિપૃચ્છા' કહેવાય છે. ૮. છન્દના અશન-પાનવસ્ત્ર-પાત્રાદિ લાવ્યા પછી સર્વ સાધુઓને વિનંતી કરે કે-“આ અશનાદિ લાવ્યો છું, તેમાંથી કોઇને પણ જો એ ઉપયોગી હોય, તો તે ઇચ્છા પ્રમાણે સ્વીકારો” એમ અશનાદિને આપવા માટે કહેવું, તેને ‘છન્દના' કહેવાય છે. ૯. નિમણા– અશનાદિ લાવ્યા પહેલાં જ સાધુઓને વિનંતી કરે કે- આપને માટે અશનાદિ લાવું ?” તેને “નિમત્રણા” કહેવાય છે. ૧૦. ઉપસર્પદા– જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે પોતાના ગુરુને છોડીને તેઓની અનુમતિથી અન્ય ગચ્છીય ગુરુની નિશ્રામાં રહેવું, તેને “ઉપસંપદા' કહેવાય છે.
૧૦ સમાધિસ્થાનો. પુરુષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરુષની વિકારજનક વાતોનો ત્યાગ કરવો, અથવા પુરુષે માત્ર સ્ત્રીઓની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન. એમ સ્ત્રીનું આસન પુરુષે અને પુરુષનું આસન સ્ત્રીએ વર્જવું તે બીજું, રાગદષ્ટિએ સ્ત્રીનાં રોગજનક અંગો-ઇન્દ્રિઓ વગેરે પુરુષે કે પુરુષના અંગો-ઇન્દ્રિયો આદિ સ્ત્રીએ નહિ જોવાં તે ત્રીજું, સ્ત્રીપશુ-નપુંસક આદિથી યુક્ત (સંયુક્ત) વસિત (ઉપાશ્રય)માં સાધુએ આશ્રય નહિ કરવો તે ચોથું, અતિમાત્ર પ્રમાણાધિક) આહારનો ત્યાગ કરવો તે પાંચમું, સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરવો તે છઠ્ઠ, પૂર્વે | ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગનું સ્મરણ નહિ કરવું તે સાતમું, શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ-સ્પર્શ આદિ વિષયોના સુખમાં રાગ-મદ નહિ કરવો તે આઠમું, એ પ્રમાણે પોતાની પ્રશંસા-કીર્તિ આદિનો મદ નહિ કરવો તે નવમું, અને શુભ શબ્દ-રૂપ-રસ-ગબ્ધ વિગેરે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહિ કરવી તે દશમું. આ દશ પ્રકારનાં સ્થાનો સ્વ-પરને સમાધિ ઉત્પન્ન કરે છે, માટે એ દશને સમાધિસ્થાનો કહ્યાં છે.
૧૦ દશા ૧. કર્મવિપાકદશા, ૨. ઉપાસકદશા, ૩. અંતકૃતદશા, ૪. અણુરોપપાતિકદશા, ૫. પ્રશ્નવ્યાકરણદશા, ૬. દશાશ્રુતસ્કંધદશા, ૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org