________________
પરિશિષ્ટ
૨૨૭ પણ એ રીતે દેવ-દેવીઓના અશુચિરહિત ભોગો ભોગવી શકું એવો પરપ્રવિચારી દેવ થાઉં; ૬. કોઈ વળી એમ વિચારે કે–એમાં તો બીજા દેવ-દેવીની પરાધીનતા છે, માટે હું મારા પોતાનાં જ દેવ-દેવીનાં ઉભય રૂપો વિકર્વીને બંને વેદોનાં સુખ ભોગવી શકું તેવો સ્વપ્રવિચારી દેવ થાઉં; ૭. કોઈ વળી મનુષ્યના અને દેવોના ઉભય ભોગોથી વૈરાગી બનેલો સાધુ કે સાધ્વી એમ વિચારે કે–જો મારો આ ધર્મ સફળ હોય, તો જ્યાં પ્રવિચારણા નથી તેવો (નવ રૈવેયકાદિ) અલ્પ વેદોદયવાળો દેવ થાઉં ૮. કોઈ એમ વિચારે કે–દેવ તો અવિરતિ હોય છે, માટે આ ધર્મનું જો ફળ મળે, તો હું અન્ય જન્મમાં શ્રીમંત એવો ‘ઉગ્રકુલ' વગેરે ઉત્તમ કુળમાં વ્રતધારી શ્રાવક થાઉં અને ૯, કોઈ એમ વિચારે કે—કામભોગો દુઃખદાયી છે, ધનપ્રતિબંધક છે, માટે અન્ય ભવમાં હું દરિદ્ર થાઉં, કે જેથી સુખપૂર્વક ગૃહસ્થપણાને તજીને સંન્યાસ-દીક્ષા લઇ શકું. એમ પોતાના તપ-નિયમ-વ્રત વગેરેની આરાધનાના ફળરૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી તે નિદાન છે.'
* ૧૦ સામાચારી. . ૧. ઇચ્છાકાર- ઇચ્છવું તે ઇચ્છા અને કરવું તે કાર, અર્થાત્ બળાત્કાર વિના ઇચ્છાનુસાર કરવું તે. જો તારી ઇચ્છા હોય, તો આ અમુક કાર્ય કર, અથવા જો તમારી ઈચ્છા હોય તો હું અમુક કાર્ય કરું, એમ સામાની ઇચ્છાનુરૂપ આદેશ કે સ્વીકાર કરવો, તે “ઈચ્છાકાર' કહેવાય છે. ૨. મિથ્થાકાર– વિપરીત, ખોટું, અસત્ય એ મિથ્યા શબ્દના પર્યાયો (અર્થો) છે, માટે વિપરીત, ખોટું કે અસત્ય કરવું તેને મિથ્થાકાર કહેવાય છે. સંયમયોગથી વિપરીત આચરણ થઈ ગયા (ય) પછી તેની
૧. આમાં પ્રથમનાં છનિયાણાવાળાને જો વીતરાગનો માર્ગ સાંભળે તો પણ તેની શ્રદ્ધા ન
થાય, સાતમા નિયાણાવાળાને ધર્મમાં શ્રદ્ધા થાય પણ દેશવિરતિના પરિણામ ન થાય, ' આઠમા નિયાણાથી શ્રાવક બને પણ સર્વવિરતિ પ્રાપ્ત ન થાય અને નવમા નિયાણાથી
સાધુપણું પ્રાપ્ત થાય પણ મોક્ષ ન થાય. એમ ધર્મસામગ્રી મળવા છતાં તેના ફળથી આત્મા વંચિત રહે છે, માટે નિયાણાં નહિ કરવાં. નિયાણા કર્યા વિના જ સાધુધર્મના અને શ્રાવકધર્મના ફળરૂપે તે તે ફળ મળે જ છે. ઉલટું નિયામાં કરવાથી ભવિષ્યમાં ધર્મપ્રાપ્તિ થતી નથી. છેલ્લા નિયાણાથી સમકિત, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રગટ થવા છતાં જીવનો મોક્ષ અટકે છે. પ્રથમનાં સાત નિયાણાં તો નિયમા સંસારમાં ભમાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org