________________
૨૨૬
સંબોધ પ્રકરણ આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેકરૂપે સંબંધ તે દ્રવ્યબંધ. દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ. ૭. સંવર- આત્માને આવતાં કર્મોને જે રોકે તે સંવર. સમિતિ, ગુણિ, આદિ દ્રવ્યસંવર છે, દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ અથવા દ્રવ્યસંવરમાં કારણભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિગુતિ વગેરે ભાવસંવર છે. ૮. નિર્જરા– કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. દ્રવ્યનિર્જરામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્યનિર્જરાથી ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવનિર્ભર છે. ૯. મોક્ષ- સઘળાં કર્મોનો ક્ષય એ દ્રવ્યમોક્ષ દ્રવ્યમોક્ષમાં કારણભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતા આત્માના નિર્મળ પરિણામ તે ભાવમોક્ષ છે.
૯ નિદાન ૧. કોઈ તપસ્વી) સાધુ એમ વિચારે કે–દેવ-દેવલોક તો પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમંત રાજાઓ જ દેવો છે, જો મારા તપ-નિયમાદિનું ફળ કાંઇ પણ હોય, તો ભવિષ્યમાં હું રાજા થાઉં ૨. કોઇ એમ વિચારે કે–રાજાને તો બહુ ખટપટ અને દુઃખ-ભય હોય છે, માટે હું ધનપતિ-શેઠ થાઉં; ૩. કોઈ એમ વિચારે છે–પુરુષને યુદ્ધમાં ઉતરવું, દુષ્કર કાર્યો કરવાં, વગેરે ઘણી દુઃખદાયી પ્રવૃત્તિઓ હોય છે, માટે જો મારાં તપ-નિયમ વગેરે સફળ હોય, તો ભવિષ્યમાં હું સ્ત્રી થાઉં; ૪. કોઈ વિચારે કે–સ્ત્રી તો નિર્બળ-પરાધીન-નિંદાનું પાત્ર ગણાય છે, માટે હું અન્ય જન્મમાં પુરુષ થાઉં; ૫. કોઇ એમ વિચારે કે–આ મનુષ્યના ભોગો તો મૂત્ર-પુરિષ-વમન-પિત્ત-શ્લેષ્મ-શુક્ર વગેરેની અશુચિથી ભરેલા છે, દેવ-દેવીઓ બીજા દેવ-દેવીઓ સાથે, અથવા પોતાનાં જ બીજાં દેવ-દેવીઓનાં રૂપો બનાવીને તેનાથી ભોગ ભોગવે છે, માટે હું ૧. દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક=થોડા કર્મોનો ક્ષય તે આંશિક કે દેશ નિર્જરા છે. સઘળાં કર્મોનો ક્ષય એ સંપૂર્ણ કે સર્વનિર્ભર છે. અહીં નિર્જરાતત્ત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નિર્જરાનો મોક્ષતત્ત્વમાં સમાવેશ થાય છે, કારણ કે સઘળાં કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org