________________
પરિશિષ્ટ
૨૨૫
૯ તત્વો ૧. જીવ– જે જીવ=પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ યોગ(મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવપ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત (સિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાણ હોય છે. ૨. અજીવ- જે પ્રાણરહિત હોય, અર્થાત્ જડ હોય તે અજીવ. અજીવ તત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં પુગલ રૂપી છે=વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. જ્યારે ધમસ્તિકાય આદિ અરૂપી છે=વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય જો સ્થૂલ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઇંદ્રિયથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઇંદ્રિયોથી જાણી શકાય નહિ. આપણને આંખોથી જે કાંઈ દેખાય છે તે સર્વ પુદ્ગલરૂપ અજીવતત્ત્વ છે. ૩. આસવકર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસવ છે. મન, વચન અને કાયાની શુભઅશુભ પ્રવૃત્તિ (યોગ) એ દ્રવ્ય આસવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચનકાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ પરિણામ તે ભાવ આસવ છે. અથવા આસવ એટલે કર્મોનું આત્મામાં આવવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસવ અને દ્રવ્ય આસવમાં કિરણભૂત મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ તે ભાવ આસવ છે.
પુણ્ય-પુણ્યતત્ત્વના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયા-દાન આદિના શુભ પરિણામ તે ભાવપુણ્ય. ૫. પાપમાપતત્ત્વના પણ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને દુખનો અનુભવ થાય તે દ્રવ્યપાપ અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા આદિના અશુભ પરિણામ તે ભાવપાપ. ૬. બંધ– કર્મયુગલોનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org