________________
સંબોધ પ્રકરણ
૨૨૪ -
(મેળવવાનું) જ્ઞાન હોય, ૨. પાટ-પાટલા વગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હોય, ૩. સ્વાધ્યાય, ભિક્ષા, ભોજન વગેરે તે તે કાર્યો કરવાના તે તે સમયનું જ્ઞાન હોય અને ૪. નાના-મોટા, યોગ્ય-અયોગ્ય વગેરે કોણ સાધુ કોને વંદનીય છે, વગેરે વિનય સંબંધી જ્ઞાન હોય.
ગૃહસ્થને દ્રવ્યસંપત્તિની જેમ આચાર્યને જો આ આઠ પ્રકારની ભાવ(ગુણ)સંપત્તિ હોય, તો જ ગચ્છનું પાલન-રક્ષણ કરીને ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરી-કરાવી શકે, માટે તેને સંપત્તિ કહી છે. તેના વિના દરિદ્રના કુટુંબની જેમ સર્વ સાધુઓનું સંયમજીવન સિદાય અને એ માટે આચાર્ય જવાબદાર હોવાથી તેનું ભવભ્રમણ વધે, ઇત્યાદિ યથામતિ સ્વયં વિચારવું.
૯ નવકોટિ વિશુદ્ધ અશનાદિ
સઘળી પિંડૈષણા સંક્ષેપથી નવકોટિમાં આવી જાય છે. તે નવકોટિ સ્વયં હણે નહિ, બીજા પાસે હણાવે નહિ. કોઇ હણતું હોય તો તેની અનુમોદના ન કરે. સ્વયં પકાવે નહિ, બીજા પાસે પકવાડે નહીં, કોઇ પકાવતું હોય તો એની અનુમોદના ન કરે. સ્વયં ખરીદે નહીં, બીજા પાસે ખરીદાવે નહીં, કોઇ ખરીદતું હોય તો એની અનુમોદના ન કરે. એ રીતે થાય છે. (દ.વૈ.નિ.૨૪૨)
૯ ક્ષેત્રો
હિમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્, દેવકુરુ, ઉત્તરકુરુ, ભરત, ઐરવત અને મહાવિદેહ.
૯ બ્રહ્મચર્ય
અબ્રહ્મનો મન-વચન-કાયાથી ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એ નવ ભાંગાથી ત્યાગ કરવો તે નવ પ્રકારે બ્રહ્મચર્ય છે.
નવ કલ્પી વિહાર
શેષકાળમાં એક એક માસકલ્પ એમ આઠ અને ચાતુર્માસનો એક એમ નવકલ્પી વિહાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org