________________
પરિશિષ્ટ
૨૨૩ (તે યુગમાં અન્યની અપેક્ષાએ જ્ઞાન વિશિષ્ટ હોય), ૨. સૂત્રનો (આગમનો) દઢ પરિચય, ૩. સ્વ-પર સિદ્ધાંતરૂપ વિવિધ સૂત્રોના જ્ઞાતા અને ૪. ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે સ્વરોનો-શબ્દાદિનો ઉચ્ચાર કરવામાં કુશળ. ૩. શરીરસંપત્તિ- તેના ચાર ભેદોમાં ૧. શરીરની ઉંચાઈ-પહોળાઈ વગેરે તે કાળને ઉચિત હોય, ૨. લજજા ન પામે તેવાં સર્વ અંગો શોભાયુક્ત (ઘાટીલાં) હોય, ૩. પાંચેય ઈન્દ્રિયોથી પૂર્ણ (ખોડખાંપણ વિનાનું) અને ૪. શરીરનું સંઘયણ (બાંધો) સ્થિર (મજબૂત) હોય. ૪. વચનસંપત્તિ– તેના ચાર ભેદો પૈકી જેઓનું વચન ૧. આદેય (સર્વમાન્ય) હોય, ૨. મધુર હોય, ૩. મધ્યસ્થ હોય અને ૪. સંદેહ વિનાનું હોય. ૫. વાચનાસંપત્તિ- તેના ચાર ભેદો છે. ૧. શિષ્યની યોગ્યતાને જોઈને તેને ઉપકારક થાય તે-તેટલા સૂત્રનો ઉદ્દેશ કરે અને અયોગ્યને (અનધિકારીને) ઉદ્દેશ ન કરે, ૨. ઉદ્દેશની જેમ યોગ્યતાને જોઈને અર્થાત્ શિષ્ય પરિણત છે કે અપરિણત? તે વિચારીને સમુદેશ કરે, ૩. પૂર્વે આપેલું શ્રત (આલાપકો) બરાબર સમજાયા પછી નવું શ્રુત આપે અને ૪. પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને સમજાવે. ૬. અતિસંપત્તિ- તેના ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અપાય અને ૪. ધારણા એ ચાર ભેદો છે. તેમાં તે તે ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોનું માત્ર નિરાકાર ગ્રહણ તે અવગ્રહ, તેનો વિમર્શ-વિચાર કરવો તે બહા, નિર્ણય કરવો તે અપાય અને ઈહા-અપાય દ્વારા પડેલા સંસ્કારો ધારણ કરી રાખવા તે ધારણા સમજવી. ૭. પ્રયોગસંપત્તિ– અહીં પ્રયોગ એટલે વાદ કરવો એમ સમજવું, તેના ચાર ભેદો છે, તેમાં ૧. વાદ વગેરે કરવામાં પોતાનું આત્મબળ-જ્ઞાનબળ કેટલું છે તે સમજે, ૨. સામે વાદી કોણ છે? કયા નયને આશ્રયીને વાદ કરવા ઇચ્છે છે વગેરે વાદીને સર્વ રીતે સમજી શકે, ૩. જે ક્ષેત્રમાં વાદ કરવાનો હોય, તે ક્ષેત્ર (નગર-ગામ-દેશ) કોના પક્ષમાં છે? કયા ધર્મનું રાગી છે? વગેરે સમજે અને ૪. જે સભામાં વિાદ કરવાનો હોય તેના સભાપતિ, સભાસદો, (રાજા, મંત્રી, પ્રજાજનપંડિતપુરુષો) વગેરેને ઓળખી શકે. ૮. સંગ્રહપરિણાસંપતિ– એટલે સંયમને ઉપકારક વસ્તુઓના સંગ્રહનું જ્ઞાન, તેના ચાર ભેદો છે. ૧. બાળ-વૃદ્ધ-ગ્લાન વગેરે સર્વને અનુકૂળ રહે તેવા ક્ષેત્રની પસંદગીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org