________________
૨૨૨ .
સંબોધ પ્રકરણ શરીર બનાવી શકે. ૨. વશિતા- કૂર માણસોને પણ વશ કરી શકે. ૩. ઈશિતા- ઇંદ્ર આદિથી પણ અધિક ઋદ્ધિ બનાવી શકે. ૪. પ્રાકામ્યપાણીમાં ભૂમિની જેમ ચાલવાની શક્તિ અને ભૂમિ ઉપર પાણીની જેમ તરવાની શક્તિ. ૫. મહિમા – મેરુથી પણ અધિક મોટું શરીર કરવાની શક્તિ. ૬. અણિમા અત્યંત નાનું શરીર બનાવીને સોયના કાણામાં પ્રવેશી શકે. ૭. કામાવસાયિત્વ-ઇચ્છા પ્રમાણે શરીરનું રૂપ કરી શકે. ૮. પ્રા–િ મેરુપર્વતના અગ્રભાગને કે સૂર્યને પણ સ્પર્શી શકે તેવું સામર્થ.
૮ યોગદૃષ્ટિઓ ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીપા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા, ૮. પરા એમ આઠ યોગદષ્ટિઓ છે.
૮ સૂક્ષ્મજીવો ૧. હિમ, કરા આદિ સ્નેહસૂક્ષ્મ. ૨. વડ આદિના પુષ્પો તે પુષ્પસૂક્ષ્મ છે. ૩. જેઓ ચાલે ત્યારે દેખાય છે, પણ સ્થિર હોય ત્યારે દેખી શકાતા નથી તે કુંથુઆ આદિ પ્રાણી સૂક્ષ્મ. ૪. કીડીના નગરમાં રહેલી કીડીઓ તથા બીજા સૂક્ષ્મજીવો ઉસિંગસૂક્ષ્મ. ૫. પંચવર્ણની લીલફુલ આદિ પનકસૂક્ષ્મ. ૬. તુષના મુખ આદિ બીજસૂક્ષ્મ. ૭. નવું પેદા થયેલ અને પૃથ્વી સમાન વર્ણવાળું તે હરિતસૂક્ષ્મ તથા ૮. માખી આદિના ઇંડાઓને ઇંડાસૂક્ષ્મ કહેવાય છે.
૮ પ્રવચનમાતા જુઓ ગુરુ અધિકાર વિભાગ-૧ ગાથા-૬.
૮ ગણિસંપદા ગણિ એટલે આચાર્ય. આચાર્ય જે આઠ વિષયોથી વિશિષ્ટ હોય છે, તે આઠ વિષયોને ગણિસંપત્તિ કહેવાય છે. તેમાં ૧. આચારસંપત્તિ-તેના ચાર ભેદો છે. ૧. ચારિત્રમાં નિત્ય સમાધિ રહે તેવો ઉપયોગ, ૨. પોતાનાં ઉચ્ચ જાતિ-કુળ વગેરેના આગ્રહનો-ગૌરવનો અભાવ, ૩. અનિયત (અપ્રતિબદ્ધ) વિહાર અને ૪. શરીરના અને મનના વિકારોનો અભાવ વગેરે. ૨. શ્રુતસંપત્તિ- તેના પણ ચાર ભેદો છે. ૧. બહુશ્રુતપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org