________________
પરિશિષ્ટ
૨૨૧
૮ અષ્ટભંગી આ પ્રમાણે છે– ૧. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ ન કરે, ને પાળે, સામાન્યથી સઘળાય જીવો. ૨. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ ન કરે, પાળે, અજ્ઞાન તપસ્વીઓ. ૩. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ કરે, ન પાળે, અગીતાર્થ પાશત્યાદિ. ૪. વ્રતોને યથાર્થરૂપે ન જાણે, ધારણ કરે, પાળે, અગીતાર્થ મુનિઓ. ૫. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ ન કરે, ન પાળે, અવિરતિધર શ્રાવક વગેરે. ૬. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ ન કરે, પાળે, ૧૧મી પ્રતિમાપારી શ્રાવક. ૭. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ કરે, ન પાળે, સંવિગ્ન પાક્ષિક. ૮. વ્રતોને યથાર્થરૂપે જાણે, ધારણ કરે, પાળે, ગીતાર્થ મુનિઓ.
સિદ્ધના આઠ ગુણો કમ ગુણો " કયા કર્મના નાશથી થાય ૧. અનંતજ્ઞાન જ્ઞાનાવરણીયકર્મ. ૨. અનંતદર્શન દર્શનાવરણીયકર્મ. ૩. અનંતચારિત્ર મોહનીયકર્મ. ૪. અનંતવીર્ય અંતરાયકર્મ. ૫. અવ્યાબાધસુખ વેદનીયકર્મ. ૬. અક્ષયસ્થિતિ આયુષ્યકર્મ. ૭. અરૂપીપણું નામકર્મ. ૮. અગુરુલઘુ ગોત્રકર્મ,
૮ કમોં ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અતંરાય.
૮ સિદ્ધિઓ લઘિમા, વશિતા, ઈશિત્વ, પ્રાકામ્ય, મહિમા, અણિમા, કામાવસાથિત્વ અને પ્રાપ્તિ એમ આઠ સિદ્ધિઓ છે. ૧. લઘિમા– રૂથી પણ હલકું ૧. અહીં ધારણ કરવું એટલે વિધિથી સ્વીકારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org