________________
સંબોધ પ્રકરણ
૨૧૬
૪. પ્રાણાયામ— તસ્મિન્ મતિ શ્ર્વાસપ્રશ્વાસ-યોનૈતિવિચ્છેર્: પ્રાળાયા: (પા.યો.દ.અ.૨.સૂ.૪૯) આસનનો જય કર્યા પછી શ્વાસ-પ્રશ્વાસન ગતિનો વિચ્છેદ (=ભંગ) કરવો તેનું નામ પ્રાણાયામ. પ્રાણાયામના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. અશુદ્ધ હવાને બહાર કાઢવી તે રેચક, શુદ્ધ હવાને અંદર લેવી તે પૂરક. હવાને અંદર રોકવી તે કુંભક, આ દ્રવ્ય પ્રાણાયામ છે. ભાવ પ્રાણાયામ આ પ્રમાણે છે— બાહ્યભાવ રેચક ઇહાંજી, પૂરક અંતરભાવ
કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ ॥ ૨ ॥ (યોગદૃષ્ટિ સજ્ઝાય ઢાળ-ચોથી) ચિત્તમાં અશુભ ભાવોને બહાર કાઢવા તે રેચક. ચિત્તને શુભ ભાવોથી ભરવું એ પૂરક. આત્મામાં સ્થિર બનવું તે કુંભક, આ બે પ્રકારના પ્રાણાયામમાં જૈનશાસન ભાવ પ્રાણાયામને મહત્ત્વ આપે છે. દ્રવ્ય પ્રાણાયામ ચિત્ત અને ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા માટે છે. પણ દ્રવ્ય પ્રાણાયામથી ચિત્ત અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવાય જ એવું નિશ્ચિત્ત નથી. ચિત્ત અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો મુખ્ય ઉપાય અધ્યાત્મ, ભાવના વગેરે યોગ છે. ચિત્ત ઉપર વિજય મેળવવાનો ઉપાય જણાવતાં અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું છે કે—“સ્વાધ્યાય, યોગવહન, ચારિત્રક્રિયામાં વ્યાપાર, બાર ભાવના અને શુભ-અશુભ પ્રવૃત્તિના ફળના ચિંતનથી સુશ પ્રાણી મનનો નિરોધ કરે.” ૫. પ્રત્યાહાર– સ્વવિષયાસંપ્રયોને વિત્તસ્વરૂપાનુજા, વેન્દ્રિયાળા પ્રત્યાહાર (પા.યો.દ.૨/૫૪) ઇન્દ્રિયસમૂહ પોતપોતાના વિષયનો ત્યાગ કરીને ચિત્તના સ્વરૂપનું અનુકરણ કરે (=આત્મસ્વરૂપમાં રમણતા કરે) તે સ્થિતિને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કહે છે.
પ્રત્યાહાર શબ્દનો શબ્દાર્થ “પાછું ખેંચવું” એવો છે. પ્રસ્તુતમાં ચિત્ત તથા ઇન્દ્રિયોને વિષયોથી પાછી ખેંચી લેવી=રોકવીતેપ્રત્યાહાર પ્રત્યાહાર ઇન્દ્રિયજયનો ઉપાય છે. જૈનશાસનમાં ઇન્દ્રિયજયના “વિષયોનો નિરોધ અને રાગ-દ્વેષ નિગ્રહ” એમ બે ઉપાયો કહ્યા છે. ઇન્દ્રિયોના વિષયોનો નિરોધ=ત્યાગ કરવો એ પહેલો ઉપાય છે. જીવનમાં દરેક વખતે ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ શક્ય ન બને. જેમ કે ક્યારેક ચક્ષુની સામે રૂપ સહસા આવી જાય છે. કાનની સાથે શબ્દનો સંયોગ થાય છે. ભોજનમાં જીભની
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org