________________
પરિશિષ્ટ
૨૧૭ સાથે રસનો સંયોગ થાય છે. આ રીતે ઇન્દ્રિયોના વિષયોનો નિરોધ શક્ય ન હોય ત્યારે એ વિષયોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરવો=રાગ-દ્વેષ ન કરવા એ ઇન્દ્રિયજયનો બીજો ઉપાય છે. (ઓ.નિ.ભા.૧૬૭)
યોગદષ્ટિની સક્ઝાયમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઢાળ પાંચમીમાં કહ્યું છે કે
વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહારજી.” | ૪.
અહીં ઈન્દ્રિયોને વિષયોમાં ન જોડે એમ નથી કહ્યું, કિંતુ વિષયના વિકારમાં ન જોડે એમ કહ્યું છે.
૬. ધારણાફેશવસ્થિતી થારા (પા.યો.દ.અ.૩.સૂ.૧) ચિત્તની પોતાના ધ્યેય સ્થાનમાં સ્થિતિ તેને ધારણા કહે છે. ૭. ધ્યાન તા પ્રત્યવતીનતા ધ્યાનમ (પા.યો.દ.અ.૩.સૂ.૨) તે ધારણા પ્રદેશમાં પ્રત્યયની–ચિત્તવૃત્તિની એકતાનતા એકાગ્રતા થવી તેને ધ્યાન કહે છે. ૮. સમાધિ– તવાઈમાત્રનિમાં સ્વરૂપમવ સમાધિ (પા.યો.દ.અ.૩.સૂ.૩) ધ્યાન જ્યારે પોતાના સ્વરૂપથી પણ રહિત જેવું બનીને પોતાના અર્થ સ્વરૂપે જ=ધ્યેય સ્વરૂપે જ ભાસવા માંડે ત્યારે તે સ્થિતિને સમાધિ કહે છે.
૮ પુદ્ગલ પરાવતી - પુદ્ગલ પરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર ભેદ છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદ છે. એટલે કે બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત, બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત. ૧. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત- એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણા રૂપે ગ્રહણ કરીને મૂકે તેટલો કાળ એક બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત છે. આમાં પહેલાં ઔદારિક રૂપે લઈને મૂકે પછી વિક્રિય રૂપે લઈને મૂકે એવો ક્રમ નથી. ૨. સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તએક જીવ જગતમાં રહેલા સર્વપુગલોને પ્રથમ દારિક રૂપે લઈને મૂકે, પછી વૈક્રિય રૂપે લઈને મૂકે, પછી તૈજસ રૂપે લઈને મૂકે, એમ ક્રમશઃ સાતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org