________________
પરિશિષ્ટ
૨૧૫ સ્વાધ્યાયે પ્રાથાનાનિ નિયમ (પાત.યો.દ.અ.૨.સૂ.૩૨) શુચિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરની ઉપાસના એ પાંચ નિયમ છે. (શૌચના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. શારીરિક પવિત્રતા એ બાહ્ય શૌચ છે. માનસિક પવિત્રતા એ અત્યંતર શૌચ છે. જૈનશાસનમાં સાધના માટે શારીરિક પવિત્રતાને પણ સ્થાન છે, પણ માનસિક પવિત્રતામાં ઉપરોધ ન કરે તે માનસિક પવિત્રતામાં રુકાવટ ન કરે તેવી જ શારીરિક પવિત્રતાને સ્થાન છે. માટે જ સાધુઓને સ્નાનાદિનો નિષેધ છે.) ૩. આસન- Dિાસુમાનમ (પાયો.દઅ.૨.સૂ.૪૬) જે આસન સ્થિર અને સુખકારક હોય, અર્થાત્ જે આસનથી લાંબા વખત સુધી સુખપૂર્વક બેસી શકાય તેનું નામ આસન.
આસન સાધનામાં સહાયક છે. આસન અપ્રમત્તતા, ચિત્તસ્થિરતા અને શુભ પરિણામ થવામાં નિમિત્ત કારણ છે. આથી જ યોગવિશિકામાં યોગના પાંચ પ્રકારોમાં સ્થાનનો પણ સમાવેશ છે. સ્થાન એટલે મુદ્રાઆસન. જૈનશાસનમાં જિનમુદ્રા વગેરે મુદ્રાઓ અને વીરાસન વગેરે આસનો પ્રસિદ્ધ છે. અહીં સ્થિર અને સુખકારક હોય તે આસન એમ કહ્યું. આસનો તો અનેક છે. તેમાંથી કયા આસનથી સાધના કરવી? આ પ્રશ્નનો જવાબ અહીં આસન શબ્દની કરેલી વ્યાખ્યામાંથી મળે છે. સ્થિર સુખાસનથી સાધના કરવી. જે યોગીને પદ્માસન વગેરે આસનોમાંથી જે આસન અભ્યાસ દ્વારા સિદ્ધ થઈ જાય અને તેથી તે આસનમાં લાંબો કાળ સ્થિર રહી શકાય અને શરીર પીડા ન થાય તે યોગી માટે તે આસન સ્થિર સુખાસન ગણાય. જો આસન અસ્થિર હોય=વારંવાર બદલવું પડે તો ચિત્તવિક્ષેપ થાય. જો આસન દ્વારા શરીર પીડા થાય તો પણ ચિત્ત સાધનામાં એકાગ્ર ન બને. માટે અહીંજે આસન સ્થિર અને સુખકારક હોય તે આસન એવી આસન શબ્દની વ્યાખ્યા છે. આપણું શરીર એટલું બધું ચંચળ છે કે જેથી કોઈ એક સ્થિતિમાં વધારે સમય રહી શકતું નથી. આથી વારંવાર શરીરસ્થિતિને આપણે બદલીએ છીએ. પણ યોગીઓ અભ્યાસથી શરીરને એવું કેળવે છે કે જેથી શરીર કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી એકસરખી સ્થિતિમાં રહે છે. પૂર્વના મહાપુરુષો મહિનાઓ સુધી એક સ્થળે કાયોત્સર્ગમાં રહેતા હતા એ બીના પ્રસ્તુત વિષયનું સમર્થન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org