________________
પરિશિષ્ટ
૨૧૩
૮ પ્રતિલેખના ૧. અન્યૂનાતિરિક્ત– એટલે જેમાં પડિલેહણા-પ્રમાર્જના વગેરે ન્યૂન કે અધિક ન હોય તેવી, તથા ૨. અવિપર્યાસા– એટલે વસ્ત્રના ક્રમથી અને બાળ-વૃદ્ધ વગેરે પુરુષના ક્રમથી પડિલેહણા કરવી જોઈએ. ૧. અન્યૂના, ૨. અનતિરિક્તા અને ૩. અવિપર્યાસા, એ ત્રણ પદની અષ્ટભંગી થાય. તેમાં “અન્યૂના અનતિરિક્તા અને અવિપર્યાસા' એ પહેલો ભાંગો શ્રેષ્ઠ-મોક્ષનો અવિરોધી જાણવો, બાકીના સાત ભાંગાઓમાં ‘વિપર્યાસ' વગેરે દોષો હોય માટે તે અપ્રશસ્ત જાણવા. તે આઠ ભાંગા આ પ્રમાણે છે–૧. અન્યૂના અનતિરિક્તા અવિપર્યાસા, ૨. અન્યૂના અતિરિક્તા અવિપર્યાસા, ૩. જૂના અનતિરિક્તા અવિપર્યાસા, ૪. જૂના અતિરિક્તા અવિપર્યાસા, ૫. અન્યૂના અનતિરિક્તા વિપર્યાસા, ૬. અન્યૂના અતિરિક્તા વિપર્યાસા, ૭. ન્યૂના અનતિરિક્તા વિપર્યાસા અને ૮. ન્યૂના અતિરિક્તા વિપર્યાસા.
૮ પ્રભાવકો જેનાથી શ્રી જૈનશાસનનો મહિમા-પ્રભાવ વધે, તેવી પ્રવૃત્તિઓને પ્રભાવના અને તેને કરનારા મહાત્માઓને “પ્રભાવક' કહેવાય છે. આવા ધર્મપ્રભાવકો આઠ પ્રકારે માનેલા હોવાથી પ્રભાવના પણ આઠ પ્રકારની છે. પ્રભાવકોનું સ્વરૂપ–૧.પ્રવચની– પ્રવચન' એટલે બારેય અંગો (વગેરે શાસ્ત્રો), કે જેને “ગણિપિટક' (આચાર્ય ભગવંતોની ઝવેરાતની પેટી) કહેલ છે, તે પૈકી જે જે કાળે જેટલું (પ્રવચન) આગમશાસ્ત્ર વિદ્યમાન હોય તે તે કાળે તે વિદ્યમાન સર્વ આગમોના મર્મને જાણનારા પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા) પ્રાવચની કહેવાય. ૨. કર્મકથક–આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગજનની અને નિર્વેદિનીરૂપ ચાર પ્રકારનીધર્મકથા (ઉપદેશ)ને પોતાની વ્યાખ્યાન કરવાની શક્તિ(લબ્ધિ)થી એવી રીતિએ સંભળાવે, કે જેથી શ્રોતાને આનંદપૂર્વક આક્ષેપાદિ થાય. આવા વ્યાખ્યાનની લબ્ધિવાળા (પૂ. શ્રીનંદિષેણમુનિ વગેરે) ધર્મથી કહેવાય. ૩. વાદી– વાદી, પ્રતિવાદી, સભાજનો અને સભાધિપતિ છે. આપણી આદિ ચાર કથાઓનું વર્ણન પરિશિષ્ટમાં જ ૪ ધર્મકથામાં જણાવ્યું છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org