________________
સંબોધ પ્રકરણ
૨૧૨
ગૃહશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગત્વાપ્રત્યાગતિ ૩. ગોમૂત્રિકા– ગોમૂત્રિકા એટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામ સામે શ્રેણિમાં રહેલા ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, પુનઃ જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુનઃ ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘર ક્રમશઃ ફરે તે ગોમૂત્રિકા. ૪. પતંગવીથિ— જેમાં પતંગની જેમ વીથિ=ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઉડી ઉડીને અનિયત ગતિથી ઉડે–ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘરો છોડીને અનિયત ક્રમથી ફરે તે પતંગવીથિ. ૫. પેટા– પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પીને વચ્ચેના ઘરો છોડી દે અને છેડે રહેલા ઘરોમાં ચારે ય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬. અર્ધપેટા– અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. પેટીની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭. અત્યંતરશંબૂકા શંબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે શંબૂકા. જેમ કે—ક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકાર રહેલા ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતરશંબૂકા. ૮. બહિઃશંબૂકા— ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય શંબૂકા.
જી
માવી
I
Jain Education International
-ત્ર
અભ્યન્તર
© શકા
ગત્તા પ્રત્યાગતિ
--- બાહ્ય શકા | ||
પતંગવિધિ
૭
પેટા
For Personal & Private Use Only
ગોમૂત્રિકા
| O GE
અર્થ પેઢા
www.jainelibrary.org