________________
પરિશિષ્ટ
૨૧૧
જિયાવરણો નીવ:=જીવ પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓ કરે છે તે તો પ્રત્યક્ષ દેખાય છે પણ તેમાં હેતુભૂત કર્મ તો દેખાતું નથી, માટે જીવ કર્મથી આવૃત નથી પણ ‘ક્રિયા જ જીવનું આવરણ છે' એવો બોધ. ૪. મુદ્મ=ભવનપત્યાદિ દેવોનું વૈક્રિયશરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલોના ગ્રહણપૂર્વક કરાતું જોવાય છે. તેથી જીવ ‘મુદગ્ર’, અર્થાત્ ‘સ્વશરીરાવગાહક્ષેત્રની બહારના કે અંદરના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી રચેલા શરીરવાળો છે’ એવો અભિપ્રાય. ૫. અમુ =વૈમાનિક દેવોનું વૈક્રિયશરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલોના ગ્રહણ વિના રચાતું જોવાય છે માટે જીવ ‘અમુદગ્ર’ એટલે બાહ્ય-અત્યંતર ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોના ગ્રહણ વિનાના શરીરવાળો છે' એવો વિકલ્પ. ६. जीवो રૂપી=‘વૈક્રિયશરીરધારી દેવોના રૂપને જોઇને શરીરને જ જીવ માનવાથી જીવ રૂપી છે’ એવો અભિપ્રાય, અને ૭. સર્વ નીવ=વાયુથી ચલાયમાન પુદ્ગલોને જોઇને, તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે ‘સર્વ વસ્તુઓ જીવો છે' એવો અભિપ્રાય. આ સાતેય અભિપ્રાયોમાં ‘લોક છ દિશાઓમાં છે, તેને બદલે ન્યૂન દિશામાં માનવા રૂપે, કર્મોને નહિ માનવા રૂપે અને શરીરના તે તે ધર્મોને દેખીને આત્માને તેવો માનવા રૂપે' વિપરીત ભંગો (કલ્પનાઓ) હોવાથી તેને વિ+ભંગ=વિભંગજ્ઞાન કહ્યું છે.
'
૮ ગોચર ભૂમિઓ
સાધુઓની આઠ ગોચરચર્યા આ પ્રમાણે છે—ઋવી, ગત્યાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બહિઃશંબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. ૧. ઋજ્વી ઋવી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એકશ્રેણિમાં રહેલા ઘરોમાં ક્રમશઃ ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગે ઉપાશ્રયમાં પાછો આવે તે ઋવી. ૨. ગત્યાપ્રત્યાગતિ– જેમાં ગત્વા=એક શ્રેણિમાં ફરીને પ્રત્યાગતિ પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરતો આવે તે ગત્યાપ્રત્યાગતિ. ઋવીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org