________________
સંબોધ પ્રકરણ
૨૧૦.
પણ અર્થનો ભેદ માનવો જોઇએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપ, રાજા વગેરે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા.
પ્રશ્ન– શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો ? ઉત્તર- શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે. જેમકે ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છે–તફાવત છે.
૭. એવંભૂતનય– જે નય વસ્તુમાં જ્યારે શબ્દનો વ્યુત્પત્તિનો અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઇયો જ્યારે રસોઇ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇયો કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ તેને રાજા શબ્દથી બોલાવાય, નૃપ વગેરે શબ્દોથી નહિ. આમ એવંભૂતનય અર્થથી શબ્દનું અને શબ્દથી અર્થનું નિયમન કરે છે. (વિ.આ.ભા. ગા.૨૨૫૨) ૭ વિભંગજ્ઞાન
વિભંગજ્ઞાનના સાત પ્રકારો આ પ્રમાણે છે– ‘‘ફળ-પળવિત્તિ નોળયમો, વિનિયવાળો મુદ્દાઓ નીઓ । ण मुदग्गओ रूवी, सव्वं जीवो सग विभंगा ॥" અર્થાત્ ૧. વિશ નોમિનમ:=પૂર્વાદિ કોઇ એક જ દિશામાં લોક (સર્વ જગત) છે–એવો બોધ તે પ્રથમ વિભંગજ્ઞાન, ૨. પદ્મસુ વિજ્ઞ સ્રોજામિમ:=છ દિશાને બદલે ઊર્ધ્વ, અધો પૈકી કોઇ એક અને ચાર તિર્કી દિશાઓ, એમ પાંચ દિશાઓમાં લોક છે-એવો બોધ. ૩.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org