________________
પરિશિષ્ટ
૨૦૯ ભેદથી અર્થભેદ માને છે. અર્થાત્ ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિનો અર્થ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે.
લિંગભેદ– નર, નારી, કાળો, કાળી, કાળું, પ્યાલો, ખાલી, ઘડો, ઘડી, ચોપડો, ચોપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થો છે.
કાળભેદ હતો, છે, હશે, રમ્યો, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થો છે. ઇતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે. આથી લેખકના કાળમાં અમદાવાદ હોવા છતાં લેખક
અમદાવાદ હતું એમ લખે છે. અહીં ભૂતકાળનો પ્રયોગ શબ્દનયની દષ્ટિએ છે. શબ્દનય કહે છે કે ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતું અને અત્યારે જે છે તે બંને જુદા છે. ઈતિહાસલેખકે ભૂતકાળનો જ પ્રયોગ કરવો જોઈએ.
વચનભેદ–ગાય, ગાયો, માણસ, માણસો વગેરે જુદા જુદા વચનના જુદા જુદા અર્થ છે.
કારકભેદ– છોકરો, છોકરાને, છોકરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ થાય છે.' : આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ નથી સ્વીકારતો. મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દો હોવાથી તે સર્વ શબ્દોનો માનવ એવો એક જ અર્થ થશે.
જુસૂત્ર અને શબ્દનયમાં વિશેષતા– ઋજુસૂત્રનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માનતો નથી, અને નામ વગેરે ચારેય નિક્ષેપાનો સ્વીકાર કરે છે. શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. અને માત્ર ભાવ નિપાનો જ સ્વીકાર કરે છે. (વિ.આ.ભા. ગા.૨૨૨૬)
૬. સમભિરૂઢનય– આ નય એક જ પર્યાયવાચી વસ્તુનો શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે. પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે જે લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ માનવામાં આવે તો વ્યુત્પત્તિ ભેદથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org