________________
પરિશિષ્ટ
૨૦૫
(૨) અંશ– અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગઅંશ પડી જતાં આપણે “મકાન પડી ગયું એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં આંગળી પાકી એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં પુસ્તક ફાટી ગયું એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશ નૈગમની દૃષ્ટિથી ચાલે છે.
(૩) ઉપચાર-ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભગવાન શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા' એમ કહીએ છીએ. ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે? ઘી તો જીવવાનું સાધન છે કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને બધી જીવન છે' એમ કહેવામાં આવે છે. નગરના લોકો રડી રહ્યા હોવા છતાં “નગર રડે છે” એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં પર્વત બળે છે એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને “આ તો સિંહ છે એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમ કે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે કે-“આજે બનાવ્યું છે?” તો “આજ દૂધપાક બનાવ્યો છે એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં બનાવ્યો' એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય માટે બહાર જવાને વાર હોવા છતાં
ક્યારે જવાના છો?' એમ પૂછવામાં આવે તો હમણાં જ જઉં છું એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં થોડીવાર પછી થવાની છે, એથી ‘હમણાં જ જઇશ” એમ કહેવું જોઈએ તેના બદલે હમણાં જ જઉં છું' એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org