________________
૨૦૪
સંબોધ પ્રકરણ गिहिज्ज आरनालं, अहवा (अंबिल) धोवण तिदंडउक्कलिअं। वनंतराइपत्तं, फासुअसलिलंपि तयभावे ॥ २२४ ॥
(ત્તિનિર) ભાવાર્થ- સાધુએ કાંજી અથવા આમલીનું પાણી, ધોવણનું પાણી અને ત્રણ ઉકાળાથી ઉકાળેલું અચિત્ત પાણી લેવું અને એના અભાવે વર્ણ ગંધાદિ બદલાઈ ગયા હોય તેવું પણ અચિત્ત પાણી લેવું.
નયો નયના નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ સાત પ્રકાર છે.
૧. નૈગમનય- આ નયની અનેક દૃષ્ટિઓ છે. ગમ એટલે. દષ્ટિ જ્ઞાન. જેની અનેક દષ્ટિઓ છે તે નૈગમ, વ્યવહારમાં થતી લોકરૂઢિ આ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે– (૧) સંકલ્પ, (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંકલ્પ- સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમકે રમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછુયું–‘તમે ક્યાં જાવ છો?” રમણલાલે કહ્યું, “હું મુંબઈ જાઉં છું. અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળનો ગમનક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં વર્તમાનકાળનો પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org