________________
પરિશિષ્ટ
૨૦૩ ભિક્ષાને “અલ્પલેપા' કહેવાય) ૫. અવગૃહીતા- ભોજન વખતે થાળી, વાટકી, વાટકા વગેરેમાં કાઢીને ભોજન કરનારને આપેલો હોય, તે પિંડ વહોરનાર સાધુની ભિક્ષાને “અવગૃહીતા' કહી છે. ૬. પ્રગૃહીતા- ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે પીરસનારે મૂળ ભોજનમાંથી ચમચા વગેરેમાં લઈ ધર્યું હોય-તે ભોજન કરનારો ભોજનાર્થે ન લેતાં સાધુને વહોરાવરાવે, અથવા જમનારે પોતે ખાવા માટે ભોજનના વાસણ (થાળ)માંથી પોતાના હાથમાં લીધું હોય તે સ્વયં વહોરાવે, તો તેવું અશનાદિ લેનારા સાધુની ભિક્ષાને પ્રગૃહીતા કહેવાય છે. ૭. ઉક્ઝિતધર્મા– ગૃહસ્થને નિરુપયોગી તજી દેવા યોગ્ય હોય, તેવા પિંડને લેનાર સાધુની ભિક્ષાને “ઉક્ઝિતધમ કહેવાય.
ભિક્ષાના આ સાતેય પ્રકારોમાં “સંસૃષ્ટ-અસંતૃષ્ટ પાત્ર-હાથ અને સાવશેષ-નિરવશેષ દ્રવ્યના યોગે થતી અષ્ટભંગી' સમજવી. માત્ર ચોથી ભિક્ષા અલેપા(અલ્પલેપા)માં ખરડાવાનું નહિ હોવાથી તેમ (અષ્ટભંગી ન ઘટે, એ) ભિન્નતા સમજવી.
૭ પાનૈષણા સાત પાનૈષણાઓ પણ પિંડેષણાની તુલ્ય જ સમજવી. માત્ર ચોથીમાં એ ભેદ છે કે–કાંજીનું પાણી, ઓસામણ, ગરમ (ઉકાળેલું) પાણી, ચોખાનું ધોવણ વગેરે પાણી, અપકૃત અને બાકીનાં શેરડીનો રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી વગેરે લેપકૃત સમજવાં. કહ્યું પણ છે કેपाणेसणावि एवं, नवरि चउत्थीइ होइ नाणत्तं । લોવીરાણા મારું, નમસ્તેવા સમરિ (યુ) છે ?
(અવસાવ ૭૪૪) ભાવાર્થ– “એ જ રીતે પારૈષણા પણ અસંતૃષ્ટાદિ સાત પ્રકારે સમજવી. માત્ર ચોથી અલ્પલપામાં ભેદ છે, કારણ કે કાંજી-ઓસામણ વગેરે અલેપકૃત છે એમ શાસ્ત્રમાં કહેલું છે. શેરડીનો રસ વગેરે બાકીનાં પાણી લેપકૃત છે. તેને વાપરવાથી સાધુને કર્મનો લેપ (બંધ) થાય.”
ઉપર્યુક્ત પાણી પૈકીનું જો કોઇ પાણી ન મળે, તો વદિ બદલાઈ જવાથી અચિત્ત થયેલું પાણી પણ લઈ શકાય. કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org