________________
૨૦૬
સંબોધ પ્રકરણ
આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિ=લોકરૂઢિ આ નૈગમનની દષ્ટિથી છે.
હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ. ૧. નૈગમનય-નૈગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વપરિક્ષેપી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમ કે ઘટ. માટીની દષ્ટિએ ઘટ વિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે, માટે માટી સામાન્ય અને તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષ સ્વરૂપ છે.
નૈગમન સામાન્ય વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો ક્યારેક વિશેષને અવલંબે છે. જેમ કે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ તમે ક્યાં રહો છો?’ એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર નથી આપતો, કિંતુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને તમે ક્યાં રહો છો?' એમ પૂછે તો તે કહે છે કે “હું ભારતમાં રહું છું.” જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ રાજ્યમાં હોય ત્યારે તે હું ગુજરાતમાં રહું છું.' એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું.” એમ ઉત્તર આપે છે. ક્યારેક “અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું.' એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક છે. દરેક જવાબ સત્ય છે એમનૈગમન કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમન સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org