________________
પરિશિષ્ટ
૨o૧
શોવિગુણો આનું વર્ણન આ જ ગ્રંથમાં આલોચના અધિકારમાં આપ્યું છે.
૦ સમસમકના ૦ ગુણો શ્રી આચારાંગસૂત્રની બીજી ચૂલિકાના સસસસક નામના સાત અધ્યયનોમાં ૭ ગુણો જણાવ્યા છે. તે સંક્ષેપથી આ પ્રમાણે છે– ૧. સ્થાનક્રિયા-કાયોત્સર્ગ આદિનું સ્થાન જોવાનું કહ્યું છે. ૨.નિષઘાક્રિયાસ્વાધ્યાયને યોગ્ય સ્થાનનું વર્ણન છે. ૩. વ્યુત્સર્ગક્રિયા- મલ-મૂત્ર આદિના ત્યાગનું વર્ણન છે. ૪. શબ્દક્રિયા- સંભળાતા શબ્દોમાં રાગદ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. પ. રૂપક્રિયા– જોવામાં આવેલા રૂપોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું કહ્યું છે. ૬.પરક્રિયા-પગ ધોવા આદિની ક્રિયા બીજા પાસે નહીં કરાવવાનો ઉપદેશ છે. ૭. અન્યોન્યક્રિયા–એકબીજાની પાસે પગ ધોવડાવવા આદિ ક્રિયા નહીં કરાવવાનો ઉપદેશ છે.
૦ પિડેષણા. ૧. અસંસૃષ્ટા, ૨. સંસૃષ્ટા, ૩. ઉદ્ધતા, ૪.અલ્પલેપા, ૫. ઉદ્ગીતા (અવગૃહીતા), ૬. પ્રગૃહીતા અને૭. ઉક્ઝિતધર્મા, એમ સાત એષણાઓ છે.” તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે.
ઉપર કહી તે પિંડની એટલે આહારાદિ લેવાની એષણાઓ લેવાના પ્રકારો) સાત છે. તેમાં ૧. અસંસૃષ્ટ– ગૃહસ્થના જે હાથ અને પાત્રથી વહોરે, તે ખરડાયેલું ન હોય તે અને વહોરવાની વસ્તુ સંપૂર્ણ (ગૃહસ્થનું પાત્ર ખાલી થાય તેમ) વહોરે કે ઓછી વહોરે, તે અસંસૃષ્ટા ભિક્ષા કહી છે. એમાં સંપૂર્ણ (બધું) દ્રવ્ય વહોરવાથી પશ્ચાતકર્મનો (વહોરાવ્યા પછી હાથ-પાત્ર ધોવાનો) સંભવ છતાં, ગચ્છમાં બાળ-વૃદ્ધ-અસહિષ્ણુબીમાર વગેરે સાધુઓ માટે (કારણે લેવી પડે તેમ) હોવાથી ગચ્છવાસી સાધુઓને તેનો નિષેધ નથી, માટે જ સૂત્રમાં તેનો વિચાર કર્યો નથી. ૨. સંસૃષ્ટા– ખરડાયેલાં હાથ અને પાત્રથી ભિક્ષા લેવાય છે. એમાં સંસૃષ્ટ કે અસંસૃષ્ટ હાથ અને પાત્ર તથા વસ્તુ સંપૂર્ણ કે અસંપૂર્ણ વહોરવાને યોગે આઠ ભાંગા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org