________________
૨૦૦
સંબોધ પ્રકરણ હલાવ્યા વિના કોઈપણ એક સ્થળે સ્થિર રાખીને મૌનપૂર્વક મનમાં શુભ ધ્યાન ધરવું એ કાયોત્સર્ગ છે.
કાયોત્સર્ગથી શરીરની મમતા ઘટવા સાથે કર્મનિર્જરા પણ ઘણી થાય છે. આ વિષે કહ્યું છે કે
काउस्सग्गे सुट्ठिअस्स भज्जंति अंगमंगाई। इय भिदंति सुविहिआ, अट्टविहं कम्मसंघायं ॥ १ ॥ કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેલાના શારીરિક અંગો અને ઉપાંગો જેમ જેમ ભાંગે દુઃખે તેમ તેમ સુવિહિત આત્માઓ (ચિત્તનો નિરોધ કરીને) આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરે છે. પ્રશ્ન-છ આવશ્યકમાં કાયોત્સર્ગઆવશ્યકની આરાધના ક્યારે થાય છે?
ઉત્તર– જ્યારે જ્યારે કાયોત્સર્ગ હોય ત્યારે ત્યારે કાયોત્સર્ગ આવશ્યકની આરાધના થાય છે. પ્રશ્ન- કયા સૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે?
ઉત્તર– ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્ય ઉત્તરી, અન્નત્ય, અરિહંતચેઇયાણ, વેયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્રો બોલીને કાયોત્સર્ગ આવશ્યક કરવામાં આવે છે.
પ્રત્યાખ્યાન-આત્માનું અહિત કરે તેવી વસ્તુનો કેતેવા કાર્યનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. પ્રસ્તુતમાં તપ કરવાની (આહારના ત્યાગની) અમુક મર્યાદામાં પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન. નવકારશીથી માંડી ઉપવાસ સુધીમાં તપના અનેક પ્રકારો છે. તેમાથી પોતાની શક્તિસંયોગો પ્રમાણે કોઈ પણ પ્રકારનો તપ અવશ્ય કરવો જોઇએ.
૭ સુખસ્થાનો સંતોષ, ઇંદ્રિયજય, પ્રસન્નચિત્ત, દયા, સત્ય, શૌચ અને દુર્જનનો ત્યાગ એ સાત સુખસ્થાનો છે. (ગુરુગુણષત્રિશત્પત્રિશિકાકુલક)
૯ ભય જુઓ ૧૦ સંજ્ઞામાં ભયસંજ્ઞા.
ગol
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org