________________
પરિશિષ્ટ
૧૯૯
૪ પ્રતિક્રમણ– પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. શુભભાવમાંથી અશુભ ભાવમાં ગયેલો આત્મા ફરી શુભભાવમાં પાછો ફરે તે પ્રતિક્રમણ. આ વિષે કહ્યું છે કે—
स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ १ ॥
પોતાના સ્થાનથી (=શુભભાવથી) પ્રમાદના કારણે પરસ્થાનમાં (=અશુભ ભાવમાં) ગયેલો આત્મા ફરી પોતાના સ્થાનમાં (=શુભ ભાવમાં) પાછો ફરે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
પ્રશ્ન— થોડાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી પાપોનો ક્ષય થઇ શકે. પણ ઘણાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી ક્ષય થઇ શકે ?
ઉત્તર- હા. ગમે તેટલાં ઘણાં પાપો કર્યા હોય તો પણ જો હૃદયના પશ્ચાત્તાપપૂર્વક પ્રતિક્રમણ ક૨વામાં આવે તો એ બધા પાપોનો નાશ થઇ જાય. આ વિષે ‘વંદિત્તુ’ સૂત્રમાં કહ્યું છે કે—
आवस्सएण एएण, सावओ जईवि बहुरओ होइ । दुक्खाणमंतकिरियं, काही अचिरेण कालेण ॥ ४१ ॥
શ્રાવક ઘણાં પાપકર્મોવાળો હોય, અર્થાત્ ઘણાં પાપકર્મો કરતો હોય તો પણ પ્રતિક્રમણ કરવાથી અલ્પકાળમાં જ દુઃખોનો વિનાશ કરશે.
આનાથી એ નક્કી થયું કે રોજ ઘણાં પાપો કરનાર જીવ પણ જો રોજ ભાવપૂર્વક હૃદયના પશ્ચાત્તાપ સાથે પ્રતિક્રમણ કરે તો તેના રોજનાં પાપોનો નાશ થઇ જાય.
પ્રશ્ન— કયા સૂત્રો બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે ? ઉત્તર— ઇરિયાવહિયા, સવ્વસવિ, ઇચ્છામિઠામિ, સાત લાખ, અઢાર પાપસ્થાનક અને વંદિત્તુ સૂત્ર બોલીને પ્રતિક્રમણ આવશ્યક કરવામાં આવે છે.
૫ કાયોત્સર્ગ કાયોત્સર્ગમાં કાયા અને ઉત્સર્ગ એમ બે શબ્દો છે. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાનો ત્યાગ તે કાયોત્સર્ગ. આ કાયોત્સર્ગ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—કાયાને જરા પણ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org