________________
સંબોધ પ્રકરણ
૧૯૮.
પ્રશ્ન– કયા સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે ? ઉત્તર– ‘નવકાર’ અને ‘કરેમિ ભંતે’ સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે.
૨. ચતુર્વિશતિસ્તવ– ચતુર્વિંશતિસ્તવમાં ચતુર્વિંશતિ અને સ્તવ એ બે શબ્દો છે. તેમાં ચતુર્વિંશતિ એટલે ચોવીસ તીર્થંકરો. સ્તવ એટલે સ્તુતિ. ચતુર્વિંશતિસ્તવ એટલે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવી. તીર્થંકરોની ભાવપૂર્વક કરેલી સ્તુતિથી અનેક ભવોનાં પાપોનો નાશ થાય છે.
જેમ જગત ઉ૫૨ ઘેરાયેલ રાત્રિનો ભ્રમર સમાન કાળો અંધકાર સૂર્યના કિરણોથી જલદી સંપૂર્ણ નાશ પામે છે, તેમ હે પ્રભુ ! જીવોના અનેક ભવોમાં બંધાયેલાં પાપો આપના સ્તવનથી ક્ષણવારમાં નાશ પામે છે. પ્રશ્ન– છ આવશ્યકમાં ચતુર્વિંશતિસ્તવ (ભગવાનની સ્તુતિ) કેવી રીતે કરવામાં આવે છે ?
ઉત્તર– છ આવશ્યકમાં ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સ) સૂત્ર બોલવામાં આવે છે. એ સૂત્રમાં ચોવીસ ભગવાનના નામકીર્તન પૂર્વક ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. આથી જ તે સૂત્રનું ચતુર્વિંશતિસ્તવ એવું સાર્થક નામ છે. કાયોત્સર્ગમાં ચતુર્વિંશતિસ્તવ સૂત્રને મનમાં ચિંતવીને અને કાયોત્સર્ગ સિવાય પ્રગટ બોલીને ચતુર્વિંશતિસ્તવ આવશ્યક કરવામાં આવે છે.
જેમ ઉનાળામાં અત્યંત તાપથી તપેલા મુસાફરોને પદ્મસરોવર તો ખુશ કરે છે=ઠંડક આપે છે, કિંતુ એ સરોવરનો ઠંડો પવન પણ ખુશ કરે છે=ઠંડક આપે છે. તેવી રીતે હે પ્રભુ ! આપના અચિંત્ય મહિમાવાળા સ્તવનની વાત દૂર રહી, આપના નામનું કીર્તન પણ લોકોનું સંસારથી રક્ષણ કરે છે.
૩ વંદન– વંદનીય આચાર્ય વગેરેને વંદન કરવું તે વંદન આવશ્યક છે. વંદન કરવું એટલે નમવું.
પ્રશ્ન— છ આવશ્યકમાં વંદન કેવી રીતે કરવામાં આવે છે ?
ઉત્તર છ આવશ્યકમાં સુગુરુ વંદન સૂત્ર (વાંદણા) બોલીને વંદન
કરવામાં આવે છે. કુલ ચાર વખત વંદન થાય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org