________________
પરિશિષ્ટ
૧૯૭ વગેરે શિખામણ આપતા ગુદિને “નથી ઊંઘતો એમ) અસત્ય બોલવું. ૫. ગાર્યસ્થી- ગૃહસ્થની જેમ “પિતા, પુત્ર, કાકા, ભાણેજ’ વગેરે બોલવું. ૬. ઉપશમિતકલહપ્રવર્તની શાંત થયેલા કલહ વગેરે પુનઃ શરૂ થાય તેવું બોલવું.
ક અકથ્થષક ૧. અકલ્ચ, ૨. ગૃહસ્થભાજન, ૩. પત્યેક (=પલંગ), ૪. નિષદ્યા ( ગૃહસ્થની પથારી), ૫. સ્નાન, ૬. શરીરશોભા. આછ અકલ્પષક છે.
9 આવશ્યક ૧. સામાયિક- સામાયિક શબ્દનો અર્થ આ પ્રમાણે છે– (સમરી ગા=સમય, સમાય ઇવ સામાયિ =) સમ એટલે સમતા. તેનો આય લાભ તે સામાયિક. અથવા (સમાય પ્રયોગનમણૂક) સમતાના લાભ માટે જે ક્રિયા કરાય તેને પણ સામાયિક કહેવાય. ટૂંકમાં સામાયિક એટલે સમતા. હર્ષ-શોક, રાગ-દ્વેષ, હાસ્ય-રુદન વગેરે વિકારો વિષમતા છે. હર્ષ આદિને આધીન ન બનવું તે સમતા છે. અનુકૂળતાપ્રતિકૂળતા, સફળતા-નિષ્ફળતા, પ્રશંસા-નિંદા, સંપત્તિ-વિપત્તિ, લાભહાનિ, જય-પરાજય, માન-અપમાન, ઉત્કર્ષ-અપકર્ષ, જશ-અપજશ, સુખ-દુઃખ આ બધા પ્રસંગોમાં રાગ-દ્વેષ કે હર્ષ-શોકને આધીન ન બનતાં સમભાવમાં રહેવું એ સમતા. . જેવી રીતે આકાશ સર્વ વસ્તુઓનો આધાર છે, તે રીતે સામાયિક સર્વગુણોનો આધાર છે. કારણ કે સામાયિકથી રહિત જીવો ચારિત્ર વગેરે ગુણોથી યુક્ત બની શકતા નથી. આથી જ ભગવાને સામાયિકને જ શારીરિક અને માનસિક સર્વ દુઃખોથી રહિત એવા મોક્ષનો અનુપમ ઉપાય કહેલ છે, અર્થાત્ સમતા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
આ કેવું આશ્ચર્ય! સમતાથી અલંકૃત મુનિ જે ગુણો મેળવે છે તે ગુણો શાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વથી સહિત પણ સાધુ સમતા વિના મેળવી શકતો નથી. આથી આપણે ધર્મમાં અને જીવનમાં સમતા લાવવા સમતાનો અભ્યાસ કરવો જોઇએ. (જ્ઞાનસાર-૬-૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org