________________
૧૯૬
સંબોધ પ્રકરણ ગલન ધર્મવાળો છે, તે પુદ્ગલાસ્તિકાય છે. ૬. વર્તના લક્ષણવાળો,
અભિનવ પૌદ્ગલિક વસ્તુઓને જીર્ણ કરનારો, સમયક્ષેત્ર (અઢી દ્વિીપ)ની અંદર રહેલો કાળ છે.
આ છ દ્રવ્યમાંથી પુગલ દ્રવ્યને છોડીને બાકીનાં બધાંય દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલદ્રવ્યરૂપી છે તથા જીવ દ્રવ્યને છોડીને બાકીનાં બધાંય દ્રવ્યો અચેતન છે. જીવ ચેતન છે.
છ કાચની વિરાધનાનો ત્યાગ પડિલેહણ કરતાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયની વિરાધનાનો ત્યાગ કરવો વિરાધના ન થાય તે રીતે પડિલેહણા કરવી. જો પડિલેહણા કરતાં કરતાં પરસ્પર વાર્તાલાપ કરે, દેશ વગેરેની વિકથા કરે, પચ્ચકખાણ આપે, સ્વયે વાચના લે કે બીજાને વાચના આપે, તો પડિલેહણામાં પ્રમાદી એવો તે છે કાય જીવોનો વિરાધક થાય.
છેદસૂત્ર ૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. દશાશ્રુતસ્કંધ, ૪. બૃહત્કલ્પ, પ. વ્યવહાર અને ૬. પંચકલ્પભાષ્ય એ છ સૂત્રો છેદસૂત્રો છે.
૬ વેશ્યા જુઓ ૮ વેશ્યા અધિકાર.
૬ વચન ૧૬ વચનોમાં પ્રત્યક્ષ વગેરે છ વચનો. ૧૬ વચનોનું વર્ણન પરિશિષ્ટમાં ૧૬ અંકના પદાર્થોના વર્ણનમાં કર્યું છે.
૬ અપ્રશસ્ત ભાષાઓ (ભાષાના દોષો) ૧. હીલિતા- અસૂયાથી અવજ્ઞા (અનાદરપૂર્વક) હે ગણિ ! હે વાચક! વગેરે બોલવું. ૨. ખ્રિસિતા- નિંદાપૂર્વક (બીજાના અયોગ્ય વર્તનને પ્રગટ કરવાપૂર્વક) બોલવું. ૩. પરુષ– (હે દુખ ! વગેરે) ગાળ દેવાપૂર્વક કઠોર વચન બોલવું. ૪. અલકા- (દિવસે કેમ ઊંઘો છો?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org