________________
પરિશિષ્ટ
૧૯૫ કહીશું તે છ કારણો વિના ભોજન કરનારને કારણાભાવ દોષ લાગે છે, માટે વિના કારણે ભોજન ન કરવું.
ભોજનનાં કારણો–૧. સુધાની વેદના સહન ન થાય, ૨. આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વેયાવચ્ચાદિ કરી ન શકાય, ૩. નેત્રનું તેજ ઓછું થતાં ઈર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય, ૪. પ્રતિલેખનાપ્રમાર્જના વગેરે સંયમનું પાલન ન થઈ શકે, ૫. સુધાની પીડા વધી જવાથી મરણનો સંભવ થાય અને ૬. આર્ત-રૌદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં સ્થિર ન થવાય, એ કારણે તો ભોજન કરવું. એ ભોજન કરવાનાં કારણો છ છે. કહ્યું છે કે
वेअणवेयावच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छटुं पुण धम्मचिंताए ॥
(સોનિયuિ-૧૮૦) ભાવાર્થ– “ક્ષુધાની વેદના સહન ન થવાથી, વેયાવચ્ચ માટે, ઇરિયાસમિતિના પાલન માટે, પ્રમાર્જના-પડિલેહણાદિ સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાનના ચિંતન માટે, એમ છ કારણો મુનિને આહાર-પાણી લેવાનાં છે.
૬ દ્રવ્યો. ૧. ધર્માસ્તિકાય, ૨. અધમસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્ગલાસ્તિકાય અને ૬. કાળ એમ છ દ્રવ્યો છે. ૧. સ્વભાવથી ગતિમાં પ્રવૃત્ત થયેલા જીવો અને પુદ્ગલોને માછલાઓને જળની જેમ જે ઉપખંભ કરનારો છે, તે ધર્માસ્તિકાય છે. તે લોકાકાશવ્યાપી છે. ૨. મુસાફરોને વૃક્ષની છાયાની જેમ જીવપુગલોને સ્થિતિમાં જે ઉપખંભ આપનારો છે તે અધમસ્તિકાય છે. તે લોકાકાશવ્યાપી છે. ૩. ગતિ-સ્થિતિમાં પ્રવૃત્ત થયેલા જીવ-પુગલોને જે અવકાશ આપવાથી અવગાહના ધર્મવાળો છે તે આકાશાસ્તિકાય છે. તે લોકાલોકવ્યાપી છે. ૪. ચેતના લક્ષણવાળો, કર્મોનો કર્તા અને ભોક્તા, જીવન ધર્મવાળો જીવાસ્તિકાય છે. તે દેહવ્યાપી છે. ૫. પૃથ્વીપર્વત-વાદળ વગેરે સમસ્ત વસ્તુઓનું જે પરિણામી કારણ છે, પૂરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org