________________
૧૯૪
સંબોધ પ્રકરણ આ છ પ્રકારનો તપ લોકમાં તપ તરીકે પ્રગટ નથી. અન્યદર્શનીઓ એને ભાવથી કરતા નથી, મોક્ષની પ્રાપ્તિમાં તે અંતરંગ કારણભૂત છે અને અત્યંતર કને તપાવે છે, એ કારણોથી એને “અભ્યતર' તપ કહેવાય છે. એ તપાચાર કહ્યો.
૫. વીર્યાચાર– એના ત્રણ પ્રકારો છે. મન, વચન અને કાયા દ્વારા પ્રાપ્ત સામર્થ્યને અનુસારે (અન્યૂનાધિક) ધર્મકાર્યો કરવાથી ત્રણ પ્રકારે વીર્યાચારનું પાલન થાય છે. એ પ્રમાણે (પાલન કરવા માટે) પાંચ આચારો કહ્યા.
૫ માંડલીના (ગ્રાસેષણાના) દોષો પ્રારૈષણાદોષો–૧. સંયોજના, ૨. પ્રમાણાધિw, ૩. અંગાર, ૪. ધૂમ અને ૫. કારણાભાવ, એ પાંચ છે. તેમાં પહેલી સંયોજનાના ૧. ઉપકરણવિષયા અને ૨. ભક્તપાનવિષયા, એમ બે અને તે બંનેના પણ બાહ્ય-અત્યંતર એમ બે ભેદો છે. તેમાં– ૧. સંયોજનારસ વગેરેના) લોભથી રોટલી વગેરેમાં ખાંડ-ઘી' વગેરે બીજાં દ્રવ્યો મેળવવાં, તે ભક્તપાનવિષયા સંયોજના કહેવાય. તે જો ઉપાશ્રયની બહાર મેળવે, તો બાહ્ય અને જો અંદર આવીને મેળવે, તો અત્યંતર સંયોજના થાય. સાધુએ તે નહિ કરવી. (ઉપકરણ સંયોજનામાં પણ કોઈ સ્થળેથી જો સુંદર ચોલપટ્ટો વગેરે મળે, તેને અનુરૂપ બીજેથી કોમળ-સુંવાળો કપડો વગેરે મેળવીને ઉપાશ્રયની બહાર પહેરે તો બાહ્ય અને જો ઉપાશ્રયમાં પહેરે તો અત્યંતર સમજવી.) ૨. પ્રમાણાધિજ્ય – ધીરજ, શરીરબળ અને સંયમનાં અનુષ્ઠાનોમાં ન્યૂનતા ન થાય તેટલો આહાર પ્રમાણભૂત કહેવાય. અધિક આહારથી તો વમન, મરણ કે રોગો પણ થાય, માટે આહાર પ્રમાણથી વધારે લેવો તે દોષ છે. ૩. અંગાર– સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતો જો વાપરે, તો સાધુને રાગરૂપી અગ્નિથી સંયમરૂપ કાઇના અંગાર થાય, માટે તેવો અંગારદોષ નહિ સેવવો. ૪. ધૂમ- અનિષ્ટ અન્ન કે તેના દાતારની નિંદા કરતો જો વાપરે, તો સાધુ દ્વેષરૂપ અગ્નિથી ચારિત્રરૂપી ઇંધનને બાળતો ચારિત્રને ધૂમાડાથી મલિન-કાળું કરે, માટે ધૂમદોષ પણ નહિ સેવવો. ૫. કારણાભાવ-નીચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org