________________
પરિશિષ્ટ
૧૯૩
ચારિત્રધર્મ, ૮. મતિ આદિ પાંચ જ્ઞાન, ૯. જ્ઞાનીઓ, ૧૦. 'પાંચ પ્રકારના આચાર્યો, ૧૧. ત્રણ પ્રકારના સ્થવિરો, ૧૨. ઉપાધ્યાય અને ૧૩. ગણના અધિપતિ ગણધરો, તે પ્રત્યેકનો (૩૨૫), ૧. હલકાઇ વગેરે આશાતના નહિ કરવી, ૨. બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, ૩. અંતરમાં પ્રીતિરૂપ બહુમાન કરવું અને ૪. તેઓના ગુણ, ઉપકાર વગેરેની પ્રશંસા કરવી, એમ ચાર પ્રકારે તેરનો વિનય કરવાથી બાવન પ્રકારો થાય. (૩૨૬)” એ વિનય કહ્યો.
૩. વેયાવચ્ચ દશ પ્રકારે વેયાવચ્ચ ચરણસિત્તરીમાં કહી તે પ્રમાણે સમજવી.
૪. સ્વાધ્યાય— સુ+આ+અધ્યાય=સ્વાધ્યાય. તેમાં એક સુ=સારી રીતે આ=કાળવેળાને છોડીને (કાળ, વિનયાદિ જ્ઞાનાચારોપૂર્વક) અથવા પોરિસીની મર્યાદાથી, અધ્યાય=ભણવું, તેને સ્વાધ્યાય કહેવાય. તેના વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા, એમ પાંચ ભેદો છે. તેમાં ૧. વાચના— શિષ્યને ભણાવવું, ૨. પૃચ્છના— ભણેલામાં શંકિત વગેરે હોય તે પૂછવું, ૩. પરિવર્તના— ભણેલું ભૂલી ન જવાય તે માટે ‘ઘોષ’ વગેરે ઉચ્ચારની શુદ્ધિથી વિવિધપૂર્વક ભણવું (વારંવાર પાઠ કરવો), ૪. અનુપ્રેક્ષા— ભૂલી ન જવાય માટે અર્થનું વારંવાર ચિંતન કરવું અને ૫. ધર્મકથા— ભણેલું એ રીતે વારંવાર અભ્યસ્ત (પરિચિત) થયા પછી ધર્મનું કથન કરવું (અન્યને ભણાવવું-સમજાવવું), એમ સ્વાધ્યાય પાંચ પ્રકારે છે.
૫. ધ્યાન— આ જ ગ્રંથમાં ધ્યાન અધિકાર જુઓ.
૬. ઉત્સર્ગ તજવાયોગ્ય (નિરુપયોગી) વસ્તુનો ત્યાગ કરવો. તે ઉત્સર્ગ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. તેમાં વધારાનીનિરુપયોગી ઉપધિ અને અશુદ્ધ આહાર વગેરે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો તે બાહ્ય ઉત્સર્ગ અને કષાયો (વગેરે દોષો)નો તથા મૃત્યુકાળે શરીરનો ત્યાગ કરવો તે અત્યંતર ઉત્સર્ગ સમજવો. આ ઉત્સર્ગને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ગણ્યો છે તે અતિચારની શુદ્ધિ માટે અને અહીં તપમાં કહ્યો તે સામાન્ય નિર્જરા માટે સમજવો. અર્થાત્ પુનરુક્તતા નહિ સમજવી. . પાંચ પ્રકારના આચાર્ય માટે જુઓ ૧૦ પ્રકારની વેયાવચ્ચ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org