________________
પરિશિષ્ટ
૧૯૧ ૮. સંઘ, ૯. સાંભોગિક સાધુઓ, ૧૦. ક્રિયા એટલે અસ્તિત્વવાદ અને ૧૧ થી ૧૫. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનો (જ્ઞાનીઓ), એ પંદરની બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, હાર્દિક પ્રીતિરૂપ બહુમાન કરવું અને વર્ણવાદ એટલે તેઓના ગુણોની પ્રશંસા કરવી. (ઉપલક્ષણથી આશાતના વર્જવી અને દોષ નહિ બોલવા.) એ પ્રમાણે અરિહંત વગેરે કેવલજ્ઞાન (જ્ઞાની) પર્વતના પંદરતની ભક્તિ વગેરે કરવું, તે દર્શન)નનો અનાશાતનાવિનય જાણવો.”
૩. ચારિત્રવિનય આ પ્રમાણે કહ્યો છે– सामाइआइचरणस्स, सद्दहाणं तहेव कारणं । संफासणं परूवणमहपुरओ, भव्वसत्ताणं ॥१॥
(વૈ૦િ મા.૪૮-ટી) ભાવાર્થ– “સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રની (મનથી) શ્રદ્ધા કરવી, કાયાથી તેનું સ્પર્શન (પાલન) કરવું અને (વચનથી) ભવ્ય પ્રાણીઓની આગળ તેની પ્રરૂપણા કરવી. (તે ચારિત્રવિનય સમજવો.)” ૪ થી ૬. મન-વચન અને કાયવિનય પણ ત્યાં આ પ્રમાણે કહ્યો છે– मणवइकाइअविणओ, आयरिआईण सव्वकालंपि ।
अकुसलमणोणि( णाइ )रोहो, कुसलाण उदीरणं तह य ॥१॥ - ભાવાર્થ– “આચાર્ય વગેરે દરેક પૂજયો પ્રત્યે સર્વદા દુષ્ટ મન દુભવ, દુષ્ટ વચન, અવિનયી વર્તન) વગેરેનો રોધ કરવો અને પ્રશસ્ત મન (સદ્ભાવ, પ્રશંસા, સેવા-ભક્તિ) વગેરેની ઉદીરણા કરવી, તેને અનુક્રમે મનોવિનય, વચનવિનય અને કાયવિનય કહ્યો છે. (અર્થાત્ મનથી દુષ્ટ વિચારવું, વચનથી કઠોર વગેરે બોલવું અને કાયાથી દુષ્ટ વર્તાવ કરવો, વગેરે યોગોની અકુશળ પ્રવૃત્તિ નહિ કરવી; ઉલટું મનથી તેઓ પ્રત્યે બહુમાન-પૂજ્યભાવ વગેરે ધરવો, વચનથી તેઓના ગુણોની
સુતિ વગેરે કરવું અને કાયાથી તેઓની સેવા વગેરે કરવું, ઈત્યાદિ યોગોની કુશળ પ્રવૃત્તિ કરવી.) | ૭. ઉપચારવિનય ઉપચાર' એટલે (વિનયને પાત્ર એવા) સામાને સુખકારક ક્રિયાવિશેષ, એવી ક્રિયા દ્વારા વિનય કરવો, તે ઔપચારિક વિનય જાણવો. તેના આ પ્રમાણે સાત પ્રકારો છે– .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org