________________
૧૯૦
સંબોધ પ્રકરણ सुस्सूसणा अणासायणा य, विणओ अ दंसणे दुविहो । दसणगुणाहिएसुं, किज्जइ सुस्सूसणाविणओ ॥१॥ सक्कारब्भुटाणे, सम्माणासणअभिग्गहो तह य । आसणअणुप्पयाणं, किइकम्मं अंजलिगहो अ ॥२॥ इंतस्सणुगच्छणया, ठिअस्स तह पज्जुवासणा भणिया । છંતાપુત્રયui, uો સુસૂલ વિગો રૂ . .
(શર્વનિ.૪૮-ટી) ભાવાર્થ“દર્શનવિનયના ૧. શુશ્રુષા અને ૨. અનાશાતના, એમ બે પ્રકારો છે. તેમાં દર્શનગુણમાં જેઓ અધિક (નિર્મળ -શ્રદ્ધાવાળા) હોય, તેઓનો શુશ્રુષારૂપ વિનય કરવો. (૧) તે આ પ્રમાણે–તેઓની સ્તુતિ વગેરે કરવારૂપ સત્કાર કરવો; તે જ્યારે આવે, ત્યારે ઊભા થવું અથવા
જ્યારે તે ઊભા હોય, ત્યારે ઊભા રહેવું) વગેરે અભ્યત્યાન કરવું; વસ્ત્ર વગેરે ભેટ આપવારૂપ સન્માન કરવું; ઊભેલાને “આસને પધારો, બેસો વગેરે વિનંતી કરવારૂપ આસનાભિગ્રહ કરવો; તેઓનું આસન તેઓની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું, વગેરે આસનનું અનુપ્રદાન કરવું; કૃતિકર્મ એટલે તેઓને વંદન કરવું; તેઓના દર્શન થતાં, તુરત અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા; જ્યારે તેઓ આવે, ત્યારે સામા જવું; તેઓ જયાં બેઠા હોય, ત્યાં સેવા કરવી; અને જ્યારે તેઓ જાય, ત્યારે પાછળ વળાવવા જવું; ઇત્યાદિ શુશ્રુષાવિનય જાણવો.”
અનાશાતનાવિનય આ પ્રમાણે પંદર પ્રકારે કહ્યો છે– तित्थयरधम्मआयरिअवायगे, थेरकुलगणे संघे । संभोइअकिरिआए, मइनाणाईण य तहेवा य] ॥१॥ कायव्वा पुण भत्ती, बहुमाणो तहय वनवाओ य । अरिहंतमाइआणं, केवलनाणावसाणाणं ॥२॥
(વાવૈનિ. મા.૪૮-ટી) ભાવાર્થ– “૧. તીર્થકરો, ૨. (ચારિત્ર અથવા સમાદિ દશવિધ) ધર્મ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય (પાઠક), ૫. સ્થવિર, ૬. કુલ, ૭. ગણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org