________________
૧૮૯
૧૮૯
પરિશિષ્ટ અત્યંતર તપ આ પ્રમાણે છેपायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्ससग्गोवि अ, अभितरओ तवो होइ ॥
(રવૈ.નિ, મા.૪૮) વ્યાખ્યા– “૧–પ્રાયશ્ચિત્ત=ભૂલ-ઉત્તરગુણોમાં લાગેલો અતિ અલ્પ (નાનો) પણ અતિચાર ચિત્તને મેલું કરે છે. એ કારણે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેની વ્યુત્પત્તિ એમ છે કે–પ્રાય અતિચારથી મલિન થયેલા ચિત્તનું વિશોધન (વિશુદ્ધિ) કરે તે પ્રાયશ્ચિત્ત, અથવા =પ્રકર્ષથી વિશેષતયા) આચારરૂપ ધર્મ જેનાથી તે પ્રાપ્ત થાય તે પ્રાયઃ', અર્થાત્ મુનિલોક સાધુઓ), તેઓ અતિચારની વિશુદ્ધિ માટે ચિંતન=સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત, અર્થાત્ તે એક પ્રકારનું અનુષ્ઠાન સમજવું. તેના દશા પ્રકારો અલગ જણાવ્યા છે. ર–વિન=આઠ પ્રકારનું કર્મ જેનાથી વિનીયતે'=દૂર કરાય, તે વિનય જ્ઞાનાદિ વિષયભેદે સાત પ્રકારનો છે.” કહ્યું છે કે
नाणे दंसणचरणे, मणवयकाओवयार रिओ)विणओ [अ] ।
ના પંgવથા( ચપ), અફરાબાળ સf I ? .. भत्ती तह बहुमाणो, तद्वित्थाण सम्मभावणया । : વિહિરાહUામાવિ, તો વિમો નિહિ | ૨
(1શનિ મ.૪૮-ટીવા) ભાવાર્થ– “જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનોવિનય, વચનવિનય, કાયવિનય અને ઉપચારવિનય, એમ વિનય સાત પ્રકારે છે. તેમાં જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. ૧. મતિજ્ઞાન વગેરે તે તે જ્ઞાનના સ્વરૂપમાં શ્રદ્ધા કરવી, ૨. તે તે જ્ઞાનવાળા જ્ઞાનીઓની કે શાનનાં સાધનોની બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, ૩. હૃદયથી તેઓ પ્રત્યે બહુમાન કરવું, ૪. તેમાં જણાવેલા “અર્થોનો સમ્યફ (અવિપરીત) વિચાર કરવો અને પ. વિધિપૂર્વક “જ્ઞાન ભણવું', વારંવાર અભ્યાસ કરવો. શ્રી જિનેશ્વરોએ એ પાંચ પ્રકારે જ્ઞાનવિનય કહ્યો છે.” શુશ્રુષા વગેરે દર્શનવિનય માટે કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org