________________
૧૮૮ -
સંબોધ પ્રકરણ વધારે ક્ષેત્રમાંથી નહિ લેવાનો નિયમ કરવો, તે “વૃત્તિસંપ' સમજવો. (કરણસિત્તરીમાં કહ્યા તે) દ્રવ્ય-કાળ-ભાવ સંબંધી અભિગ્રહો પણ આ વૃત્તિસંક્ષેપ તપનો જ પ્રકાર છે.
૪–“સત્યા=રસોનો એટલે અહીં (મgબ) પ્રત્યાયનો લોપ થયેલો હોવાથી વિશિષ્ટ રસવાળા, માદક કે વિકારક પદાર્થોનો ત્યાગ, અર્થાત. વિગઈ શબ્દથી ઓળખાતા મધ, માંસ, માખણ અને મદિરા, એ ચાર અભક્ષ્ય વિગઈઓનો અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન; એ છ ભઠ્ય વિગઈઓનો ત્યાગ, તે “રસત્યાગ’ જાણવો.
૫–“વિશ='કાયા એટલે શરીર. તેને શાસ્ત્રવિરોધ ન થાય. તેમ “ક્લેશ =બાધા-પીડા ઉપજાવવી. જો કે શરીર જડ છે, તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહિ, તો પણ અહીં શરીર અને શરીરી અપેક્ષાએ એક હોવાથી કાયક્લેશથી આત્મક્લેશ પણ સંભવિત છે જ, માટે તેને તપ કહ્યો છે.) તે કાયક્લેશ અમુક વિશિષ્ટ આસનો કરવાથી તથા શરીરની સારસંભાળ, રક્ષા કે પરિચર્યા નહિ કરવાથી, અથવા કેશનો લોચ કરવા વગેરેથી કરી શકાય. આ કાયક્લેશ સ્વયં કરેલા ક્લેશના અનુભવરૂપ છે અને પરીષહો સ્વયં તથા બીજાએ કરેલા ક્લેશના અનુભવરૂપ છે. એમ કાયક્લેશમાં અને પરીષહોમાં ભિન્નતા છે.
–“સીનતા ગોપવવાપણું. તે ૧. ઇન્દ્રિયોને, ૨. કષાયોને અને ૩. યોગોને ગોપવવાથી તથા ૪. પૃથ> (નિર્જનાદિ પ્રદેશમાં) શયનઆસન કરવાથી (સૂવા-બેસવાથી), એમ ચાર પ્રકારે થાય છે. તેમાં ઇન્દ્રિય, કષાય અને યોગ ઉપર સંયમ રાખવો એ અનુક્રમે ઇન્દ્રિયસંસીનતા, કષાયસલીનતા અને યોગસલીનતા છે. પૃથક સૂવાબેસવાનો અર્થ એ છે કે–એકાંત, બાધારહિત, જીવસંસક્તિથી અને પશુ, નપુંસક વગેરેથી રહિત, એવાં શૂન્ય ઘરો, દેવકુલિકા, સભા કે પર્વતની ગુફા વગેરે કોઈ સ્થળે રહેવું. એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો.
એનું બાહ્યપણું એ કારણે છે કે–એમાં બાહ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને તે પ્રત્યક્ષ હોય છે, બાહ્ય શરીરને તપાવે છે અને અન્યધર્મીઓ તાપસ વગેરે તથા ગૃહસ્થો પણ તે કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org