________________
પરિશિષ્ટ
૧૮૭ ર–“નોરતા=૧ઊણું' અર્થાત જે તપમાં ખાનારનું ઉદર (પેટ) ઊણું (અપૂર્ણ) રહે, તે ઊનોદર કહેવાય; અને “ઊનોદરપણું' એ જ ઊનોદરતા, એવી એ શબ્દની વ્યાખ્યા છે. આચરણથી તો અપૂર્ણતાને ઊનોદરતા કહેવાય છે. તે ઊણાપણું (અપૂર્ણતા) દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી ઊણાપણું એક ઉપકરણને આશ્રયીને અને બીજું આહાર-પાણીને આશ્રયીને થઈ શકે. તે ઉપકરણને આશ્રયીને જિનકલ્પિકોને હોય છે. આહાર-પાણીને આશ્રયીને તો “અલ્પાહાર વગેરે ભેદોથી પાંચ પ્રકારે છે. કહ્યું છે કે
अप्पाहार अवड्डा, दुभागपत्ता तहेव किंचूणा । अट्ठ दुवालस सोलस, चउवीस तहेक्कतीसा य ॥
(શનિ , ૫.૪૭-ટી) ભાવાર્થ– આઠ, બાર, સોળ, ચોવીશ અને એકત્રીશ કવળ પર્વત આહાર લેવો, તેને અનુક્રમે ૧. અલ્પાહાર, ૨. અપાદ્ધ, ૩. દ્વિભાગ, ૪. પ્રાપ્ત અને ૫. કિંચિયૂન, એ નામની ઊણોદરિકા કહી છે. તેમાં પણ પ્રત્યેકના જઘન્યાદિ ભેદો છે. જેમ કે જઘન્ય એક કવળ, ઉત્કૃષ્ટ આઠ કવળ અને મધ્યમ બેથી સાત કવળ આહાર લેવાથી અલ્પાહાર ઊનોદરિકા થાય. એમ બીજા પ્રકારોમાં પણ જઘન્યાદિ સ્વરૂપ સ્વયમેવ સમજી લેવું. - આહારનું પ્રમાણ (સામાન્યથી) પુરુષોને બત્રીશ અને સ્ત્રીઓને અઢાવીશ કવળનું માન્યું છે. તદનુસાર ન્યૂન આહાર, અલ્પાહાર વગેરે ભેદો સમજી લેવા. આ દ્રવ્ય ઊનોદરિકા કહી. ભાવ ઊનોદરિકા એટલે ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો (યથાશક્ય) ત્યાગ કરવો. એ રીતે ઉનોદરતાનું સ્વરૂપ જાણવું.
૩-“રિસંક્ષેપf=જેનાથી જીવાય, તે વૃત્તિ, અર્થાત્ આજીવિકા. તે સાધુને ભિક્ષાથી થાય, તેનો સંક્ષેપ-હાસ કરવો, તે “વૃત્તિસંક્ષેપણ અમજવું. તેમાં (ગૃહસ્થાદિ એકીસાથે જેટલું આપે, તેને એક દત્તિ શહેવાય, તેવી) દત્તિઓનું પ્રમાણ (નિયમન) કરવું, (જેમ કે–એક, બે
ત્રણ વગેરે અમુક દત્તિઓથી વધારે નહિ લેવું.) તથા અમુક સંખ્યાથી વિધારે ઘરમાંથી કે અમુક શેરી, ગામ કે અડધા ગામ વગેરે અમુક ક્ષેત્રથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org