________________
સંબોધ પ્રકરણ
૧૮૬.
સમજાવીને ધર્મમાં સ્થિર કરવા, કે જેથી તેઓ વચ્ચે જ ધર્મને છોડી ન દેતાં ચાલુ રાખી પૂર્ણ કરે. આને ‘સ્થિરીકરણ’ કહેવાય છે.
(છ) ‘વાત્સલ્ય’સાધર્મીઓને ધર્મ કરવા માટે હંમેશાં જે જે અડચણોં હોય તે તે દૂર થાય તેમ તન-મન-ધનથી સહાય (ભક્તિ-સેવા) કરવી, હૃદયમાં તેઓના પ્રત્યે અનુરાગ-વત્સલતા રાખી તેમાં પોતાનું હિત સમજી શક્ય સાથ આપવો, વગેરે વાત્સલ્ય કહેવાય છે.
(જ) ‘પ્રભાવના’–શ્રીજિનેશ્વરદેવે સ્થાપેલા શાસન (મોક્ષમાર્ગ) તરફ જીવોનું આકર્ષણ-બહુમાન-આદર વગેરે વધે તેમ શ્રીજિનશાસનનો મહિમા વધારવો. આ પ્રભાવના સામાન્યથી ધર્મકથાદિ આઠ પ્રકારે થાય છે. એ રીતે દર્શનાચારનું સ્વરૂપ ઉપદેશકે સમજાવવું.
૩. ચારિત્રાચાર– એના પણ આઠ પ્રકારો છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતાનું પાલન કરવું તે આઠ પ્રકારે ચારિત્રાચાર છે.
૪. તપાચાર– બાર પ્રકારે છે, છ પ્રકારનો બાહ્ય તપ અને છ પ્રકારનો અત્યંતર તપ, તેને યથાશક્તિ આચરવો તે તપાચાર.
૧૨ તપ
તપના આચારો (પ્રકારો) છ બાહ્ય અને અત્યંત એમ બાર છે. તે પૈકી છ બાહ્ય તપ આ પ્રમાણે છે—
अणसणमूणोअरिआ, वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ॥
(યશવં૦નિ૦, ૧.૪૭)
વ્યાખ્યા— ૧–“અનશન=આહારનો ત્યાગ. તેના બે પ્રકારો છે– એક અમુક મર્યાદિત કાળ સુધી અને બીજો જાવજ્જીવ સુધી. તેમાં પહેલો ‘નમસ્કાર સહિત’ તપથી આરંભીને શ્રી વીરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિના સુધી, શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી અને મધ્યમ (બાવીશ) તીર્થંકરોના શાસનકાળમાં ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી હોય છે. બીજા જાવજ્જીવ આહારત્યાગરૂપ અનશનમાં ૧. પાદપોપગમન, ૨. ઇંગિતમરણ અને ૩. ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org