________________
૧૮૫
પરિશિષ્ટ તે નિર્વિચિકિત્સા આચાર છે. આનો બીજો નિર્વિગુણ?' એવો પણ શબ્દપર્યાય છે. તેનો અર્થ “નિંદા-અણગમો ન કરવો તે છે. અર્થાત્ સાધુ-સાધ્વીઓનાં અસ્નાન, મેલવાળા શરીર-અવયવો કે મેલાં કપડાં વગેરે દેખી તેઓ તરફ અગણમો કે તેઓની નિંદાદિ ન કરવું, તે “નિર્વિજુગુણા નામનો ત્રીજો દર્શનાચાર છે.
(ઘ) “અમૂઢદૃષ્ટિ આચાર–અર્થાત મૂઢતાનો પરિહાર કરવો તે. (જગતમાં જેમ સાચા કરતાં ખોટાં મોતી દેખાવમાં સુંદર અને સસ્તાં હોય છે, સોના કરતાં ય કાંસાની ગર્જના વધારે હોય છે, સજ્જન કરતાં પણ દુર્જનનો આડંબર આકર્ષક હોય છે; તેમ અજ્ઞાનકષ્ટરૂપ તપ કરનારા બાલ તપસ્વીઓનાં તપ લોકોને આશ્ચર્યમુગ્ધ કરે તેવાં પણ હોય છે અને કેટલાકો તો વિદ્યા-મંત્રની સિદ્ધિથી ભોળાઓને આશ્ચર્ય થાય તેવાં કાર્યો કરનારા પણ હોય છે. આવા) બાલ (અજ્ઞાન) તપસ્વીનાં તપ, વિદ્યા વગેરેથી મૂઢતાના યોગે સ્વદર્શનમાં ચિત્તચંચળતા ન કરવી. જૈનદર્શનની શ્રદ્ધામાં જેની સ્થિરતા આવી ડોલમડોલ ન હોય, તે જીવ “અમૂઢદૃષ્ટિ આચારવાળો જાણવો.
અહીં એકથી ચાર આચારોનું વર્ણન ગુણના બદલે ગુણીનો નિર્દેશ કરીને કર્યું, તેનું કારણ પહેલાં જણાવી ગયા. હવે બાકીના ચાર આચારોનું વર્ણન ગુણના નિર્દેશથી કરવાનું છે, તેમાં કારણ એ છે કેજેમ ગુણ ગુણીથી કથંચિત્ અભિન્ન છે તેમ કથંચિત્ ભિન્ન પણ છે. જો ગુણ-ગુણીને એકાંત અભિન્ન (એક સ્વરૂપે જ) માનીએ તો ગુણના અભાવે ગુણીનો પણ અભાવ જ થઈ જાય, વસ્તુ મૂળથી જ ખોટી ઠરે અને તેથી શૂન્યવાદ સાચો ઠરે. અર્થાત્ એથી મિથ્યાત્વનું પોષણ થવારૂપ મોટો અનર્થ થાય, માટે હવે છેલ્લા ચાર આચારોની વ્યાખ્યા ગુણનિર્દેશથી કરે છે.
(ડ) ઉપબૃહણ સમાનધર્મીના-સાધર્મીઓના ગુણોની પ્રશંસાદિ કરીને તેઓનો ધર્મ-આરાધનામાં ઉત્સાહ વધારવો, તેઓને ધર્મકરણીમાં આગળ વધારવા તે. | (ચ) સ્થિરીકરણ –ધર્મ-આરાધનામાં થાકી ગયેલા સીદાતા ધર્મીઓને તે તે પ્રકારની સહાય કરીને તથા આરાધના-વિરાધનાનાં ફળો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org