SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ * સંબોધ પ્રકરણ (ખ) “નિષ્કાંક્ષિત આચાર–અહીં કાંક્ષા એટલે બીજા કોઈ દર્શનની અભિલાષા, તે જેને ન હોય તે નિષ્કાંક્ષિત' કહેવાય. શંકાની જેમ કંક્ષા પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. ૧. દિગંબર આદિ કોઈ એક દર્શનની અભિલાષા તે દેશકાંક્ષા અને ૨. સર્વ દર્શનની અભિલાષા તે સર્વકાંક્ષા. આવી દેશથી કે સર્વથી પરદર્શનની અભિલાષા કરનારો એમ નથી સમજતો કે–તે તે દર્શનકારોએ પોતાના શાસ્ત્રોમાં અહિંસાને ધર્મ જણાવવા છતાં તેમાં છકાય જીવોની હિંસા થાય તેવી ક્રિયાઓનું વિધાન કર્યું છે અને તેમાં કહેલું આત્મા, પરમાત્મા વગેરેનું સ્વરૂપ પણ અસતુ છે, કારણ કે–તેમાંના કેટલાકો મોક્ષને જ માનતા નથી, તો કોઈ આત્માને એકાંત નિત્યકે એકાંત અનિત્ય માને છે, વગેરે તે દર્શનકારોનાં વચનની અસત્યતા છે. આવા દૂષિત ધર્મોની જ્યાં સુધી અભિલાષા હોય ત્યાં સુધી જૈનદર્શનની સત્યતા સમજાય નહિ અને શ્રદ્ધા ટકે નહિ, માટે પરદર્શનની કાંક્ષા તજવી તે આચાર છે. (ગ) નિર્વિચિકિત્સા આચાર–વિચિકિત્સા એ બુદ્ધિના ભ્રમરૂપ છે. આવો ભ્રમ જેને ન હોય તે નિર્વિચિકિત્સક કહેવાય. કોઈ એવો સંદેહ કરે કે–જૈનદર્શન સર્વશ્રેષ્ઠ છે. છતાં ખેતી વગેરેમાં જેમ કોઇને લાભ થાય છે અને કોઈને નથી પણ થતો, તેમ મને પણ આ ધર્મકાર્યોથી (જૈનદર્શનથી) લાભ થશે કે નહિ?–આવા સંદેહનું મૂળ અજ્ઞાન છે, માટે તેને છોડી નિશ્ચય કરવો જોઈએ કે–વિધિપૂર્વક યથાયોગ્ય પ્રવૃત્તિ કરનારને તેનું ફળ ન મળે તેમ કદાપિ ન બને.' આવો નિશ્ચય કરવો ૧. ખરી રીતે કર્મની વિચિત્રતાદિના યોગે ક્રિયા કરવા છતાંય કોઈને તત્કાલ ફળ મળે, કોઈને કાળાન્તરે ફળ મળે, વળી કોઈને શૂળીની સજા સોયથી સરી જવાની જેમ ઘણા નુકશાનમાંથી બચી જવારૂપ ફળ મળે અને કોઈને લાભ થવારૂપ પણ ફળ મળે. એ રીતે શ્રીજિનકથિત ધર્મની યથાવિધિ આરાધના કરનારો ફળથી વંચિત રહે જનહિ એ સુનિશ્ચિત છે. છતાં આવો ભ્રમ થવામાં એ કારણ છે કે–જીવને જેટલી ફળ મેળવવાની ઇચ્છા છે, તેટલી તે ફળના મૂળ કારણરૂપ ક્રિયાની રુચિ નથી.' આવી ઈચ્છા એ “ઉત્સુકતારૂપ' હોવાથી જીવને “ફલ મળશે કે નહિ?” એવો ભ્રમ પેદા કરે છે. ધીરપુરુષો ફળની ઈચ્છાએ વૃક્ષના પાલનપોષણને જ મુખ્ય કર્તવ્ય માની વૃક્ષની સંભાળમાં તન્મય બને છે. તેથી અવશ્ય ફળ મેળવે છે અને ફળની ઉત્સુકતાવાળા અધીર મનુષ્યો વૃક્ષની રક્ષા, સંભાળ કે સિંચનમાં બેદરકાર બની ફળથી અને આખરે વૃક્ષથી પણ વંચિત રહે છે, તેમ ધર્મમાં પણ આવા ઉત્સુકતાવાળા જીવો ક્રિયામાં અનાદર તેમ જ કંટાળો લાવીને નિરાશાથી ધર્મ-અનુષ્ઠાનોને વચ્ચે જ છોડી દે છે અને ફળથી વંચિત રહે છે. એ રીતે આવા જીવો બહુધા ઉભય ભ્રષ્ટ થાય છે, માટે બુદ્ધિમાને કદી પણ ફળની ઉત્સુકતાથી ક્રિયા પ્રત્યે બેદરકાર બનવું નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy