________________
પરિશિષ્ટ
૧૮૩ સમજી શકાય તેવા નથી, માટે યુક્તિથી સમજાય તેને યુક્તિથી અને બાકીનાને શ્રદ્ધાથી માનવા જોઈએ. જીવ છે વગેરે સિદ્ધ કરવા માટે યુક્તિ મળે, પણ ભવ્ય કેમ કે અભવ્ય કેમ? એ જાણવા માટે સામાન્ય મનુષ્યની બુદ્ધિ પૂર્ણ નથી. તે તો પ્રકૃષ્ટ જ્ઞાનીઓ જ સમજી શકે.
૨. “સર્વશંકા એટલે શાસ્ત્રો પ્રાકૃત (સામાન્ય પ્રજાની) ભાષામાં રચેલાં છે, તો તે કોઈ સામાન્ય માનવની કલ્પનારૂપ કેમ ન હોય?— એમ તર્ક કરવો, પણ “બાલ, સ્ત્રી, અલ્પબુદ્ધિ કે મૂર્ખ વગેરે ચારિત્રના અર્થી જીવો પણ સહેલાઇથી તત્ત્વ સમજે એ રીતે તેઓનો ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો રચેલાં છે”—એ સત્ય ઉપર વિશ્વાસ ન કરવો, સર્વશંકા કહેવાય. જે ભાવો આપણને પ્રત્યક્ષ છે, અનુભવમાં આવે છે કે ઈષ્ટ છે તેનું તે પ્રમાણે જ શાસ્ત્રોમાં વર્ણન છે, માટે શાસ્ત્રો કલ્પનારૂપ નથી એવા નિશ્ચયવાળો શ્રદ્ધાળુ જીવ શ્રીજિનશાસનને પામેલો-દર્શનાચારવાળો છે. અહીં નિઃશંકપણું એ ગુણ છે અને નિઃશંકિત એ ગુણી છે. અપેક્ષાએ ગુણ-ગુણીનો અભેદ છે, એમ જણાવવા માટે આચારરૂપ ગુણનું કથન ગુણીના કથન દ્વારા કર્યું છે. જો ગુણથી ગુણીને સર્વથા ભિન્ન જ માનવામાં આવે તો ગુણથી કોઈ ગુણી મનાય જ નહિ અને દર્શનાચાર પાળવા છતાં દર્શનગુણ પ્રગટે નહિ, પછી મોક્ષ તો થાય જ ક્યાંથી? માટે ગુણ અને ગુણી (દર્શન અને દર્શની) કિવંચિત (અપેક્ષાએ) અભિન્ન છે, એમ સમજાવવા અહીં ગુણી દ્વારા ગુણનું સ્વરૂપ જણાવ્યું છે. હવે પછીના ત્રણ આચારોમાં પણ એ પ્રમાણે સ્વયમેવ સમજી લેવું. ૧. જગવ્યવહારમાં પણ શ્રદ્ધા વિના કાંઈ થઈ શકતું નથી. પોતાના પિતા કોણ છે–એ માટે
માતાના વચન ઉપર શ્રદ્ધા રાખ્યા વિના બીજો શું ઉપાય છે? સમુદ્રની મુસાફરીમાં નાવિકોનાં કે જંગલની મુસાફરીમાં ભોમીયાનાં વચનો ઉપર શ્રદ્ધા રાખવી જ પડે છે. શ્રદ્ધા એ જ સર્વ કાર્યની સિદ્ધિ માટે ઊંચામાં ઊંચું તત્ત્વ છે, તે વાત કોઇથી અમાન્ય કરી શકાય તેમ નથી. આત્મસુખની સિદ્ધિમાં જ્ઞાનીના વચનની શ્રદ્ધા વિના કદી આગળ વધી શકાતું નથી એ સુનિશ્ચિત છે. દરેક દર્શનવાદીઓને શ્રદ્ધાનો સ્વીકાર કરવો જ પડ્યો છે. જગતમાં જે ભાવો યુક્તિથી સમજાય તેવા છે તેને જ યુક્તિથી સમજવા જોઇએ, પણ જે અગમ્ય છે, જેને સમજવા માટે વચન યુક્તિ ચાલે તેમ જ નથી, તેને શ્રદ્ધાથી માનવા જ જોઈએ, નહિ તો સત્યથી વંચિત રહેવાયવઓ અગમ્ય-શ્રદ્ધગમ્ય ભાવોને પણ સમજાવવા કુયુક્તિઓનો આશ્રય લે છે, તેઓ જિનાજ્ઞાના વિરાધક છે-એમ શાસકારો કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org