SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨. સંબોધ પ્રકરણ (ચ-છ-જ) “વ્યંજન, અર્થ અને તદુભય આચારો-શ્રુતજ્ઞાન ભણીને તેનું ઉત્તમ ફળ મેળવવાની ઇચ્છાવાળાએ તેનો એક અક્ષર, કાનો, માત્રા, શબ્દ કે વાક્ય કાંઈ પણ ન્યૂનાધિક કરવું નહિ તે વ્યંજનાચાર છે. જેમ કે –“ઘો મંડનમુદિત પદ છે, તેને બદલે “પુ વાપમુદો એમ બદલો કરવો તે વ્યંજનભેદ છે. વળી આચારાંગસૂત્રમાં માવંતી સાવંતી તોતિ વિખેરીમુતિ એવું વાક્ય છે અને તેનો અર્થ લોકોમાં કેટલાક પાખંડી લોકો (કે જેઓ અસંયમી) છે તેઓ છકાય જીવોને પિતાપ કરે છે એવો થાય છે, છતાં કોઈ જાનાને એ ન્યાયે દરેક શબ્દના અનેક અર્થો થતા હોવાથી “અવંતિ દેશમાં દોરડું કૂવામાં પડવાથી લોકો ઉપતાપ કરે છે એવો અર્થ પણ કરે તો થઈ શકે, પણ તે તત્ત્વથી અસત્ય છે. આવો કર્તાના આશયથી વિરુદ્ધ અર્થ કરવો. તે અર્થભેદ કહેવાય છે તથા “થ મમુઈ, “મહેિલા પર્વતમત એમાં વર્ણભેદ અને અર્થભેદ બંને થવાથી તેને ઉભયભેદ કહેવાય છે. આવો વર્ણભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો તેને ક્રમશઃ વ્યંજનાચાર, અર્થાચાર અને ઉભયાચાર કહ્યો છે. જો શાસ્ત્રોના અક્ષરાદિની રક્ષા ન કરતાં ફેરબદલી કરે તો અક્ષરભેદથી અર્થભેદ થાય, અર્થભેદથી ક્રિયાભેદ થાય, ક્રિયાભેદથી મોક્ષ ન થાય અને મોક્ષના અભાવમાં દેશવિરતિ કે સર્વવિરતિ બધું નિષ્ફળ નીવડે. એ રીતે જ્ઞાનના આઠ આચારો સમજાવવા. ' ૨. દર્શનાચાર-દર્શનાચાર એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કે રક્ષા માટે સદાચારોનું પાલન, તે પણ આઠ પ્રકારે છે. (ક) નિશક્તિ આચાર–જિનકથિત શાસ્ત્રોમાં દેશથી (આંશિક) કે સર્વથી શંકા કરવી નહિ, પણ તેના કથક શ્રીવીતરાગદેવ રાગ-દ્વેષરહિત હોવાથી તેમનું કથન સત્ય જ છે, મારી બુદ્ધિ તેટલી તીક્ષ્ણ ન હોવાથી ન સમજાય તે બનવા જોગ છે-એમ માનવું, તે નિઃશંકિત આચાર છે. અહીં ૧. દેશશંકા એટલે “જીવો બધા સરખા કહ્યા છે તે સત્ય છે, પણ તેમાંના કોઈ ભવ્ય અને કોઈ અભવ્ય હોય તેનું કારણ શું? —એમ અમુક અંશમાં શંકા કરે, પણ એમ ન વિચારે કે-જગતના બધા પદાર્થો યુક્તિથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy